2 દિવસમાં 80 ગણું સબ્સક્રિપ્શન, આ કંપનીના IPOમાં દાવ લગાવવાનો આજે અંતિમ દિવસ, પહેલા દિવસે 78 ટક

2 દિવસમાં 80 ગણું સબ્સક્રિપ્શન, આ કંપનીના IPOમાં દાવ લગાવવાનો આજે અંતિમ દિવસ, પહેલા દિવસે 78 ટકાના ફાયદાની સંભાવના

12/18/2023 Business

SidhiKhabar

SidhiKhabar

2 દિવસમાં 80 ગણું સબ્સક્રિપ્શન, આ કંપનીના IPOમાં દાવ લગાવવાનો આજે અંતિમ દિવસ, પહેલા દિવસે 78 ટક

સિયારામ રીસાઇકલિંગ (Siyaram Recycling)ના IPOને રોકાણકારો તરફથી પહેલા 2 દિવસો દરમિયાન શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. IPOને 2 કારોબારી દિવસમાં 80 ગણાથી વધુ સબ્સક્રિપ્શન મળ્યું છે. રોકાણકાર પણ GMP જોયા બાદ ઉત્સાહિત નજરે પડી રહ્યા છે. કંપનીના IPOની પ્રાઇઝ બેન્ડ 43 રૂપિયાથી 46 રૂપિયા પ્રતિ શેર છે.


પહેલા દિવસે 78 ટકા ફાયદાની આશા:

પહેલા દિવસે 78 ટકા ફાયદાની આશા:

કંપની ગ્રે માર્કેટમાં પોતાનો દબદબો બનાવવામાં સફળ રહી છે. સોમવારની સવારે Siyaram Recyclingનો IPO 36 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો એટલે કે શેર બજારમાં કંપનીની સંભવિત લિસ્ટિંગ 80 રૂપિયા ઉપર છે. જો એમ થયું તો રોકાણકારોને પહેલા દિવસે જ 78 ટકાનો ફાયદો થઇ શકે છે.


ખૂબ દાવ લગાવી રહ્યા છે રોકાણકાર:

Siyaram Recyclingના IPOને પહેલા દિવસ એટલે કે 14 ડિસેમ્બરના રોજ 20 ગણાથી વધુનું સબ્સક્રિપ્શન મળ્યું હતું. તો બીજા એટલે કે 15 ડિસેમ્બરે 59.95 ગણું સબ્સક્રિપ્શન મળ્યું હતું. આ દિવસે રિટેલ કેટેગરીમાં 106.57 ગણું સબ્સક્રિપ્શન મળ્યું. રોકણકારો પાસે આ Siyaram Recyclingના IPO  પર દાવ લગાવવાનો આજે અંતિમ અવસર છે.


3,000 શેરોનો એક લોટ:

3,000 શેરોનો એક લોટ:

કંપનીના IPO માટે એક લોટ સાઇઝમાં 3,000 શેર રાખવામાં આવ્યા છે, આ કારણે રિટેલ રોકણકારોએ ઓછામાં ઓછા 1,38,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. રોકાણકારોને શેર અલોટમેન્ટ 19 ડિસેમ્બરે કરવામાં આવશે. બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE)માં કંપનીની લિસ્ટિંગ 21 ડિસેમ્બરના રોજ સંભવ છે. ઉલ્લેખનીય છે કે IPO સાઇઝ 22.96 કરોડ રૂપિયાની છે. IPO માટે કંપનીએ હેમ સિક્યોરિટીઝ લિમિટેડની બુક રનિંગ લીડ મેનેજર તરીકે વરણી કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top