સૂકા કૂવામાં હતી ઝેરી ગેસ, બકરી પડી તો નીચે ઉતરેલા યુવકોનો રૂંધાયો શ્વાસ, મોત

સૂકા કૂવામાં હતી ઝેરી ગેસ, બકરી પડી તો નીચે ઉતરેલા યુવકોનો રૂંધાયો શ્વાસ, મોત

07/24/2024 National

SidhiKhabar

SidhiKhabar

સૂકા કૂવામાં હતી ઝેરી ગેસ, બકરી પડી તો નીચે ઉતરેલા યુવકોનો રૂંધાયો શ્વાસ, મોત

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં કૂવામાં પડેલી બકરીને કાઢવા માટે 2 યુવક કૂવામાં ઉતરી ગયા. આ દરમિયાન ઝેરી ગેસના કારણે બંને બેહોશ થઈ ગયા. રેસ્ક્યૂ કરીને જેમ તેમ બંનેને કાઢીને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કરી દીધા. આ ઘટના બાદ આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું. જાણકારી મુજબ, આ ઘટના સફીપુરા પોલીસ સ્ટેશનના નોબતપુરા ગામની છે. અહી રહેનારા ધનીરામની બકરી ઘર બહાર કૂવામાં પડી ગઈ હતી. કૂવો ઘણા સમયથી સૂકો પડ્યો હતો.


કૂવામાં ઝેરી ગેસ હોવાના બંને બેહોશ થયા

જ્યારે આ બાબતે જાણકારી મળી તો ધનીરામનો દીકરો સુનિલ ઉર્ફ લાલા દોરડાના સહારે કૂવામાં ઉતર્યો. કૂવામાં ઝેરી ગેસ હોવાના કારણે સુનિલ બેહોશ થઈ ગયો. જ્યારે ઘણા સમય સુધી કોઈ જવાબ ન મળ્યો તો તેને બચાવવા માટે સુનિલની ઘર સામે રહેતો બબલૂ કૂવામાં ઉતરી ગયો. નીચે જઈને બબલૂ પણ બેહોશ થઈ ગયો. બંને જ્યારે બહાર ન નીકળ્યા તો ગ્રામજનોએ આ ઘટનાની જાણકારી પોલીસને આપી. જાણકારી મળતા જ પોલીસે ફાયર વિભાગને બોલાવી. ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સખત મહેનત કરીને બંનેને બહાર કાઢ્યા અને હૉસ્પિટલ પહોંચાડ્યા.


જિલ્લા હૉસ્પિટલમાં ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કરી દીધા

જિલ્લા હૉસ્પિટલમાં ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કરી દીધા

પ્રાથમિક સારવાર બાદ બંનેને ગંભીર હાલતમાં જિલ્લા હૉસ્પિટલ રેફર કરી દેવામાં આવી. જિલ્લા હૉસ્પિટલમાં ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કરી દીધા. બંને યુવકોના મોતથી પરિવારજનોમાં હાહાકાર મચી ગયો. પોલીસે બંને શબ કબજામાં લઈને પૉસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. મૃતક સુનિલના પિતરાઇ ભાઈ સુજાને જણાવ્યું કે, સુનિલની બકરી ઘર પાસે સૂકા કૂવામાં પડી ગઈ હતી. જેને કાઢવા માટે સુનિલ કૂવામાં ઉતર્યો, પરંતુ ઝેરી ગેસ હોવાના કારણે તે બેહોશ થઈ ગયો. ત્યારબાદ બબલૂ પણ કૂવામાં ઉતર્યો તે પણ બેહોશ થઈ ગયો. પોલીસ અને ફાયર બ્રિગેડે બંનેને કાઢ્યા અને હૉસ્પિટલ મોકલ્યા, જ્યાં બંનેના મોત થઈ ગયા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top