કોણ છે ગોઠડા માતા, તેમની કેટલી ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં સાબિત થઇ?

કોણ છે ગોઠડા માતા, તેમની કેટલી ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં સાબિત થઇ?

04/22/2025 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

કોણ છે ગોઠડા માતા, તેમની કેટલી ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં સાબિત થઇ?

Gothra Mata Predictions: આપણા દેશમાં લોકો માન્યતાઓના આધારે જ્યોતિષ શાસ્ત્ર અને ભવિષ્યવાણીઓમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે. કહાનીઓમાં તો એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થયો, એ સમયે મામા કંસ માટે આકાશમાંથી એક ભવિષ્યવાણી થઇ હતી, જે સાચી પડી હતી. ત્યારથી અત્યાર સુધી, ન જાણે કેટલીય ભવિષ્યવાણીઓને લઇને વાત થઇ છે અને કેટલીક સાચી પણ પડી છે.

કંઇક આવી જ ભવિષ્યવાણી પર લોકોને વિશ્વાસ છે ગોઠડા માતાને લઇને પણ છે. લોકોની માન્યતા છે કે તેમની ભવિષ્યવાણીઓ સાચી પડે છે. ચાલો જાણીએ કે ગોઠડા માતા કોણ છે અને તેમની કેટલી ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં સાચી પડી છે.


ભવિષ્યવાણીઓ કોણ કરે છે

ભવિષ્યવાણીઓ કોણ કરે છે

મધ્ય પ્રદેશના રતલામ જિલ્લા નજીક ગોઠડા ગામમાં દર વર્ષે વાર્ષિક ભવિષ્યવાણીનું આયોજન કરવામાં આવે છે. આ ઘટના દર વર્ષે મહિસાસુર મર્દિનીના મંદિરમાં થાય છે. અહીં મા મહિસાસુર મર્દિની મંદિરના પૂજારી દર વર્ષે ભવિષ્યવાણીઓ કરે છે અને આ ભવિષ્યવાણીઓ સાંભળવા માટે લોકોની મોટી ભીડ ઉમટી પડે છે. ચૂંટણી સમયે સામાન્ય લોકો જ નહીં, ઘણા નેતાઓ પણ આ ભવિષ્યવાણી સાંભળવા આવે છે. અહીં ભવિષ્યવાણી કોઈ માતા નહીં, પરંતુ મંદિરના પૂજારી કરે છે.

આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને લોકોમાં તેને લઇને આસ્થી વધતી જ જઈ રહી છે, કેમ કે દર વર્ષે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપે છે. ખેડૂતો અને સામાન્ય લોકો માતાની દરેક વાત ધ્યાનથી અને ગંભીરતાથી સાંભળે છે. લોકોનું માનવું છે કે, માતાના મોઢામાંથી નીકળેલી દરેક વાત સાચી સાબિત થાય છે. એવું માનવામાં આવે છે કે માતા પોતે તેમના પ્રિય પંડિતના મુખ દ્વારા ભવિષ્યવાણી કરે છે.


કઈ વાતોની થાય છે ભવિષ્યવાણી?

કઈ વાતોની થાય છે ભવિષ્યવાણી?

આ ભવિષ્યવાણીમાં, ખાસ કરીને હવામાન, ખેતી, શુભ મુહૂર્ત અને પાકના ભાવ સંબંધિત સચોટ ભવિષ્યવાણીઓ કરવામાં આવે છે. આજ કારણ છે કે ત્યાં માત્ર લોકલ લોકો જ નહીં, પરંતુ ગુજરાત અને રાજસ્થાનના લોકો પણ ગોઠડા માતાજીની ભવિષ્યવાણીઓ સાંભળવા પહોંચે છે. અહી સામાન્ય લોકો અને નેતાઓ પણ પહોંચે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top