કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? મહાયુતિના ત્રણેય પક્ષો કરી રહ્યા છે CM પદની દાવેદારી
Who will become the Chief Minister of Maharashtra: મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત બાદ હવે સૌથી મોટો સવાલ મુખ્યમંત્રી પદને લઈને છે. NDA ગઠબંધનમાં સામેલ ભાજપ, શિવસેના અને NCP અજીત પવાર જૂથ મુખ્યમંત્રી પદનો દાવો કરી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની વાત કરીએ તો ત્રણેય પક્ષોના નેતાઓએ પોત-પોતાના નેતાઓને મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે જાહેર કર્યા છે. જ્યાં ભાજપ અને એકનાથ શિંદે જૂથના નેતાઓ દાવો કરી ચૂક્યા છે. રવિવારે NCP અજિત પવાર જૂથના નેતા છગન ભુજબલે પણ અજીત પવારને મુખ્યમંત્રી બનાવવાની વાત કરી હતી.
શિવસેના એકનાથ શિંદે જૂથના નેતા ભરત ગોગાવલેએ એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાની માગ કરી હતી. તેમણે કહ્યું કે દરેક પાર્ટીના નેતાને લાગે છે કે મુખ્યમંત્રી તેમની પાર્ટીના જ હોવા જોઈએ. મને લાગે છે કે એકનાથ શિંદેએ ફરી એકવાર મુખ્યમંત્રી બનવું જોઈએ.
શિવસેના શિંદે જૂથના સાંસદ નરેશ મ્હસ્કેએ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી માટે બિહાર પેટર્ન અપનાવવામાં આવશે. નીતિશ કુમારની જેમ એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp