સુરતમાં દુકાનની આડમાં ચાલતું હતું કુટણખાનું, પોલીસે 2ને વોન્ટેડ જાહેર કર્યા

સુરતમાં દુકાનની આડમાં ચાલતું હતું કુટણખાનું, પોલીસે 2ને વોન્ટેડ જાહેર કર્યા

11/25/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં દુકાનની આડમાં ચાલતું હતું કુટણખાનું, પોલીસે 2ને વોન્ટેડ જાહેર કર્યા

Prostitution in Surat: સુરતના યોગીચોક સાવલિયા સર્કલ પાસે આવેલી શુભમ રેસિડેન્સીના પ્રથમ માળે દુકાનની આડમાં કુટણખાનું ચાલી રહ્યું હતું, તેના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચે છાપેમારી કરી હતી. છાપેમારી દમિયાન, સંચાલક અને 3 ગ્રાહકોની ધરપકડ કરી કરવામાં આવી છે, જ્યારે 7 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી. પોલીસે દુકાન માલિક અને અન્ય એક સંચાલક સહિત ૨ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.


પોલીસે છાપેમારી કરીને 7 મહિલાઓને છોડાવી

પોલીસે છાપેમારી કરીને 7 મહિલાઓને છોડાવી

તો પોલીસે ઘટનાસ્થળ પરથી રોકડ 14,૦૦૦ તેમજ 36,500 ના 4 મોબાઈલ ફોન અને લાઈટ બીલ મળી કુલ 50 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસે અન્ય એક સંચાલક આરોપી ગૌરવ અને દુકાન માલિક દીપકને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે છાપેમારી કરીને 7 મહિલાઓને છોડાવી છે. પોલીસે ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બાતમીના આધારે યોગીચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસિડેન્સીના પ્રથમ માળે દુકાન નંબર 110 અને 111માં છાપેમારી કરી હતી. છાપેમારી દરમિયાન કુટણખાનું ચલાવનાર સંચાલક બિશ્વારૂપ બારૂન દેય, રોહિત પરષોત્તમભાઈ પટેલ, માનવ વિજયભાઇ પાંડવ અને વિશાલ રમેશભાઇ ટાંકની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામની ઉંમર 22-29 વર્ષ વચ્ચે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top