ભારતે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘર આંગણે જ ધૂળ ચટાવી, 1977 બાદ પહેલીવાર આવો ચમત્કાર થયો

ભારતે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘર આંગણે જ ધૂળ ચટાવી, 1977 બાદ પહેલીવાર આવો ચમત્કાર થયો

11/25/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

ભારતે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘર આંગણે જ ધૂળ ચટાવી, 1977 બાદ પહેલીવાર આવો ચમત્કાર થયો

Border Gavaskar Trophy 1st Test:: જસપ્રીત બુમરાહની કપ્ટન્સીવાળી ભારતીય ટીમે પર્થમાં ઈતિહાસ રચી દીધો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતીય ટીમે નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ દાવમાં 150 રન બનાવનાર ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયન ટીમને પ્રથમ દાવમાં માત્ર 104 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારબાદ ભારતીય ટીમે પોતાની બીજી ઈનિંગ 487/6 રનના સ્કોર પર ડિક્લેર કરી અને ઓસ્ટ્રેલિયાને 534 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો. આ પહાડ જેવા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ બીજા દાવમાં માત્ર 238 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘર આંગણે 295 રનથી હરાવીને મોટો ઈતિહાસ રચી દીધો છે.

ઓસ્ટ્રેલિયાની ધરતી પર રનના મામલે ભારતીય ટીમની આ સૌથી મોટી ટેસ્ટ જીત છે. આ અગાઉ ભારતીય ટીમે 1977માં મેલબોર્નમાં રમાયેલી ટેસ્ટ મેચ 222 રને જીતી હતી. હવે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં તેની સૌથી મોટી હારનું દર્દ આપ્યું છે. એટલું જ નહીં, ભારતે WACA એટલે કે પર્થમાં સૌથી મોટી ટેસ્ટ જીતનો રેકોર્ડ બનાવ્યો છે. આ અગાઉ ભારતીય ટીમે વર્ષ 2008માં અહીં 72 રનથી સૌથી મોટી જીત નોંધાવી હતી. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સ્વાદ ચાખનારી ભારત પ્રથમ ટીમ બની ગઈ છે. ઓસ્ટ્રેલિયન ટીમ 2018થી આ મેદાન પર ટેસ્ટ મેચ રમી રહી છે અને સતત 4 જીત બાદ તેને અહીં હારનો સામનો કરવો પડ્યો છે.


પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમનું પ્રદર્શન

પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમનું પ્રદર્શન

2018 - જીત

2019 - જીત

2022 - જીત

2023 - જીત.

2024 - હાર વર્સિસ ભારત


ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 150 અથવા તેનાથી ઓછા રનમાં ઓલઆઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયાને હરાવનારી ટીમો

ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 150 અથવા તેનાથી ઓછા રનમાં ઓલઆઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયાને હરાવનારી ટીમો

ટેસ્ટના પ્રથમ દાવમાં 150 કે તેથી ઓછા રનમાં ઓલઆઉટ થયા બાદ ભારતીય ટીમ હવે ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયાને હરાવનારી વિશ્વની ત્રીજી ટીમ બની ગઈ છે. આ અગાઉ માત્ર ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડે જ આ સિદ્ધિ મેળવી હતી. હવે ભારતીય ટીમે પણ આ ખાસ ક્લબમાં પ્રવેશ કર્યો છે.

ઈંગ્લેન્ડ (1887, 1888 અને 1894)

ન્યૂઝીલેન્ડ (2011માં હોબાર્ટમાં 7 રનથી)

ભારત (2024માં પર્થમાં 295 રનથી).


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top