વિપક્ષોના બહિષ્કાર છતાં મમતા નીતિ આયોગની બેઠકમાં જઈ પહોંચ્યા! પણ પછી અધવચ્ચેથી બેઠક છોડીને નીકળ

વિપક્ષોના બહિષ્કાર છતાં મમતા નીતિ આયોગની બેઠકમાં જઈ પહોંચ્યા! પણ પછી અધવચ્ચેથી બેઠક છોડીને નીકળી ગયા! કારણ એવું આપ્યું કે...

07/27/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

વિપક્ષોના બહિષ્કાર છતાં મમતા નીતિ આયોગની બેઠકમાં જઈ પહોંચ્યા! પણ પછી અધવચ્ચેથી બેઠક છોડીને નીકળ

Mamtas Banerjee, Niti Aayog Meeting: આજરોજ યોજાયેલી નીતિ આયોગની બેઠકમાં પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આવ્યા હતા. પરંતુ તેઓ અધવચ્ચે જ મિટિંગ છોડીની બહાર નીકળી ગયા હતા. એમણે સરકારની કાર્ય કરવાની રીત ઉપર આક્ષેપ મૂક્યો હતો. મમતાની ફરિયાદ હતી કે એમને બોલવા માટે પૂરતો સમય ફાળવવામાં નહોતો આવ્યો.


આ તમામ પ્રાદેશિક પક્ષોનું અપમાન છે!

આ તમામ પ્રાદેશિક પક્ષોનું અપમાન છે!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં નીતિ આયોગની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ભાજપ શાસિત  રાજ્યના મુખ્યમંત્રીઓ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ભાગ લીધો હતો. અહેવાલ છે કે મમતા બેનર્જી મીટિંગ અધવચ્ચે છોડીને બહાર નીકળી ગયા હતા. એટલું જ નહીં, મમતાએ આ દરમિયાન કહ્યું કે આવું કેવી રીતે ચાલી શકે? મમતા બેનર્જીએ કહ્યું કે, તેમણે મીટિંગમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. તેમને સભામાં બોલવાની તક આપવામાં આવતી નથી.

મમતા બેનર્જીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છે. મેં કહ્યું કે તમારે (કેન્દ્ર સરકાર) રાજ્ય સરકારો સાથે ભેદભાવ ન કરવો જોઈએ. હું બોલવા માંગતી હતી પરંતુ મને માત્ર 5 મિનિટ બોલવા દેવામાં આવી. મારા પહેલાના લોકોએ 10-20 મિનિટ વાત કરી. વિપક્ષમાંથી માત્ર હું જ આ બેઠકમાં ભાગ લઈ રહી હતી પરંતુ તેમ છતાં મને બોલવા દેવામાં આવી ન હતી. આ અપમાનજનક છે. આ માત્ર બંગાળનું જ નહીં પરંતુ તમામ પ્રાદેશિક પક્ષોનું અપમાન છે.


વિપક્ષોના બહિષ્કાર છતાં મમતા શા માટે મિટિંગમાં આવ્યા?

વિપક્ષોના બહિષ્કાર છતાં મમતા શા માટે મિટિંગમાં આવ્યા?

વિપક્ષોના બહિષ્કાર છતાં મમતાએ બેઠકમાં હાજરી આપી. શું આ પહેલેથી નક્કી હતું? ઘણા વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ બજેટમાં ભેદભાવનો આરોપ લગાવીને નીતિ આયોગની આ બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. બહિષ્કાર કરનારા મુખ્ય પ્રધાનોમાં તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન તેમજ આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી પંજાબ અને દિલ્હી સરકારોનો સમાવેશ થાય છે. આ સિવાય કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુ અને તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ પણ બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો.

વિરોધ પક્ષના વિરોધ વચ્ચે ઉલટું પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી આ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા. બેનર્જીએ કહ્યું હતું કે આ નેતાઓનો અવાજ એક સામાન્ય મંચ પર ઉઠાવવો જોઈએ. આ સાથે મમતાએ માંગ કરી હતી કે નીતિ આયોગને નાબૂદ કરવામાં આવે અને આયોજન પંચને પુનઃસ્થાપિત કરવામાં આવે. જો કે મમતા બેઠકમાં આવ્યા એ પહેલા જ સરકારને નીચી દેખાડવાની રણનીતિના ભાગરૂપે બેઠક અધવચ્ચેથી છોડી જવાનું નક્કી કરીને આવ્યા હોઈ શકે, એવો કેટલાકનો મત છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top