મોદી સરકાર કેમ થઈ બિહાર અને આંધ્ર પ્રદેશ પર મહેરબાન? નાણા મંત્રીએ જણાવ્યું સત્ય

મોદી સરકાર કેમ થઈ બિહાર અને આંધ્ર પ્રદેશ પર મહેરબાન? નાણા મંત્રીએ જણાવ્યું સત્ય

07/25/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

મોદી સરકાર કેમ થઈ બિહાર અને આંધ્ર પ્રદેશ પર મહેરબાન? નાણા મંત્રીએ જણાવ્યું સત્ય

નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024માં બિહાર અને આંધ્ર પ્રદેશની ઝોળી ભરી દીધી છે. તેમણે રાજ્યો માટે નાણાકીય સહાયતા આપવા સાથે જ ઇન્ફ્રાસ્ટ્રકચર અને અન્ય પ્રોજેક્ટ્સ માટે કેન્દ્રીય બજેટની જાહેરાત પણ કરી. બંને રાજ્યોને કેન્દ્રથી કેટલા કરોડ મળશે એ આંકડો સ્પષ્ટ નથી કેમ કે આ રકમ અલગ અલગ યોજનાઓના માધ્યમથી લાંબી અવધિમાં આપવામાં આવશે. અનુમાન છે કે બંને રાજ્યોને લગભગ 74 હજાર કરોડ રૂપિયાની સીધી મદદ મળશે.


વિપક્ષનો આરોપ- વિપક્ષ શાસિત રાજ્યોને નજરઅંદાજ કરાયા

વિપક્ષનો આરોપ- વિપક્ષ શાસિત રાજ્યોને નજરઅંદાજ કરાયા

નાણામંત્રીએ કુલ 41.12 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું, પરંતુ હોબાળો બિહાર અને આંધ્ર પ્રદેશને મળેલા વિશેષ પેકેજ પર મચ્યો છે. વિપક્ષનો આરોપ છે કે મોદી 3.0 બજેટ NDAના સહયોગી નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને ખુશ કરવા માટે બનાવવામાં આવ્યું. તેમાં વિપક્ષ શાસિત રાજ્યોને નજરઅંદાજ કરાયા. જો કે, નાણા મંત્રી નિર્મલા સીતારમણે બિહાર અને આંધ્ર પ્રદેશ માટે કરવામાં આવેલી જાહેરાતોને જરૂરિયાત બતાવતા ઘણા કારણ ગણાવ્યા.


..એટલે બજેટમાં તેના માટે વિશેષ પ્રાવધાન કરવામાં આવ્યું

..એટલે બજેટમાં તેના માટે વિશેષ પ્રાવધાન કરવામાં આવ્યું

ઇન્ટરવ્યૂમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમનું સન્માન કરવું જોઈએ અને 2014થી જ કેન્દ્ર સરકાર આ દિશામાં કામ કરી રહી છે. તેલંગાણા અને આંધ્રના પછાત જિલ્લાઓ માટે છેલ્લા 10 વર્ષથી ફંડ અને પ્રોજેક્ટ આપવામાં આવી રહ્યા છે. આ રાજ્યોમાં AIIMS, ત્રિપલ IT અને IIT જેવી સંસ્થાઓ ખોલવામાં આવી. આંધ્રાનો બહુપ્રતિક્ષિત પોલાવરમ પ્રોજેક્ટને પૂરો કરવામાં મોડું થયું. જો કે, આ નેશનલ પ્રોજેક્ટ છે, એટલે બજેટમાં તેના માટે વિશેષ પ્રાવધાન કરવામાં આવ્યું. આંધ્ર પ્રદેશ દેશનું એકમાત્ર રાજ્ય છે, જ્યાં રાજધાની નથી. નવી રાજધાની વિકસિત કરવા અમે ફંડ આપીશું.


બિહારને લઈને શું બોલ્યા નિર્મલા સીતારમણ

બિહારને લઈને શું બોલ્યા નિર્મલા સીતારમણ

બિહારને લઈને નિર્મલા સીતારમણે કહ્યું કે, કોસી પૂરના કારણે થનારા નુકસાનથી ઇનકાર કેવી રીતે કરી શકાય છે. કોસીને નિયંત્રિત કરવા ભારતે નેપાળમાં ડેમ બનાવવાના ઘણા પ્રયાસ કર્યા. તેના પરિણામનો હજુ ઇંતજાર કરી રહ્યા છીએ એટલે અમે લોકોને દુર્ઘટના બચાવવા માટે કંઈક કરવાનો નિર્ણય લીધો છે. બિહાર સરકારે કોસી મેચી ડેમ બનાવવા સાથે 20 બીજા પ્રોજેક્ટનો પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધો છે. બજેટમાં કેટલાક રાજ્યોને ફંડ આપવાના કારણે વિપક્ષ નિંદા કરી રહ્યું છે. તેના જવાબમાં નાણા મંત્રીએ કહ્યું કે, બજેટ કેટલાક રાજ્યોના નામ લેવાના કારણે વિપક્ષ ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે જ્યારે બજેટમાં બધા રાજ્યો માટે યોજના છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top