શું આન્દ્રે રસેલની KKRમાંથી થશે છૂટ્ટી? શાનદાર પ્રદર્શન બાદ પણ રીટેન થવાની શક્યતા નથી
IPL Mega Auction 2025: કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ IPL 2024નો ખિતાબ જીત્યો હતો. વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ (Andre Russell) સહિત દરેક ખેલાડીએ ટીમને ખિતાબ જીતવામાં મદદ કરી હતી. રસેલે બોલ અને બેટ બંને સાથે કમાલ કરી હતી. એટલું જ નહીં રસેલ 2014થી કોલકાતાનો હિસ્સો છે. પરંતુ હવે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રસેલ અને KKRનો સાથ IPL 2025માં સમાપ્ત થઇ શકે છે. RevSportzના રિપોર્ટ અનુસાર, રસેલને IPL 2025 માટે રીટેન કરવામાં નહીં આવે. જો કે, અત્યાર સુધી રસેલને રીટેન ન કરવાની સત્તાવાર જાણકારી સામે આવી નથી.
IPL 2024માં, રસેલે 9 ઇનિંગ્સમાં 31.71ની એવરેજ અને 185.00ની શાનદાર સ્ટ્રાઇક રેટ સાથે 222 રન બનાવ્યા હતા, જેમાં તેનો હાઇએસ્ટસ્કોર 64* રનનો રહ્યો હતો. એ સિવાય તેણે 14 ઇનિંગ્સમાં બોલિંગ કરતા 15.52ની એવરેજથી 19 વિકેટ લીધી હતી. જો ગત સીઝનના આ પ્રદર્શન બાદ પણ રસેલને રીટેન કરવામાં નહીં આવે તો તે ખરેખર KKRનો ચોંકાવનારો નિર્ણય હશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે IPL 2025 અગાઉ કોલકાતાની ફ્રેન્ચાઇઝી રસેલને લઇને શું નિર્ણય લે છે. જો રસેલ હરાજીમાં આવે તો તેને સારી કિંમત મળી શકે છે.
રસેલે 2012માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તે શરૂઆતની 2 સીઝનમાં દિલ્હી કેપિટલ્સનો હિસ્સો હતો. ત્યારબાદ 2014માં, વેસ્ટ ઇન્ડીઝનો ઓલરાઉન્ડર કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે જોડાયો અને ફરી ક્યારેય કોઇ અન્ય ટીમનો હિસ્સો બન્યો નહીં. રસેલે અત્યાર સુધી કુલ 127 IPL મેચ રમી છે. આ મેચોની 105 ઇનિંગ્સમાં બેટિંગ કરતા તેણે 29.22ની એવરેજ અને 174.92ની સ્ટ્રાઇક રેટથી 2484 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 11 અડધી સદી ફટકારી છે, જેમાં હાઇએસ્ટસ્કોર 88* રન રહ્યો હતો. એ સિવાય તેણે 112 ઇનિંગ્સમાં 115 વિકેટ લીધી છે, જેમાં શ્રેષ્ઠ આંકડો 5/15નો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp