145 ટકા વધ્યો કંપનીનું નેટ પ્રોફિટ, શેરોની મચી લૂંટ, 14 ટકા ઉછળ્યાં ભાવ

145 ટકા વધ્યો કંપનીનું નેટ પ્રોફિટ, શેરોની મચી લૂંટ, 14 ટકા ઉછળ્યાં ભાવ

11/11/2023 Business

SidhiKhabar

SidhiKhabar

145 ટકા વધ્યો કંપનીનું નેટ પ્રોફિટ, શેરોની મચી લૂંટ, 14 ટકા ઉછળ્યાં ભાવ

IT કંપની સિલ્વર ટચ ટેક્નોલોજીસ (Silver Touch Technologies)ના શેરોમાં શુક્રવારે 14 ટકા કરતાં વધુની તેજી જોવા મળી હતી. કંપનીના શેરોમાં તેજીનું કારણ સપ્ટેમ્બર ક્વાર્ટરનું પરિણામ છે. કંપનીના ત્રિમાસિક પરિણામો મુજબ, નેટ પ્રોફિટમાં 145 ટકાનો વધારો જોવા મળ્યો છે. શુક્રવારે કંપનીના શેર બજાર બંધ થવાના સમયે 14.08 ટકાની તેજી સાથે 653.75 રૂપિયાના લેવલ પર બંધ થયા હતા.


શેર બજારમાં કેવું પ્રદર્શન?

શેર બજારમાં કેવું પ્રદર્શન?

સિલ્વર ટચ ટેક્નોલોજીસનું નેટ પ્રોફિટ જુલાઈથી સપ્ટેમ્બર 2023 દરમિયાન 3.6 કરોડ રૂપિયાનું રહ્યું છે. ગયા વર્ષે આ જ ત્રિમાસિકમાં નેટ પ્રોફિટ 1.47 કરોડ રૂપિયાનું રહ્યું હતું. તો ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં કંપનીની આવક 51.52 કરોડ રહી છે. વાર્ષિક આધાર પર રેવેન્યૂમાં 25 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષ દરમિયાન કંપનીના શેરોની કિંમતોમાં 88 ટકાથી વધુની તેજી જોવા મળી છે. તો છેલ્લા 6 મહિના દરમિયાન કંપનીના શેરોની કિંમતોમાં 81 ટકા કરતાં વધુની લીડ જોવા મળી છે. સિલ્વર ટચ ટેક્નોલોજીસનું 52 વીક હાઇ 700 શેર પ્રતિ શેર છે. તો 52 વીક લો 311.05 રૂપિયા પ્રતિ શેર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top