સાર્વત્રિક વરસાદ વચ્ચે આ ગુજરાતના આ શહેરમાં 2 ગાયને લાગ્યો કરંટ, એકનું મોત

સાર્વત્રિક વરસાદ વચ્ચે ગુજરાતના આ શહેરમાં 2 ગાયને લાગ્યો કરંટ, એકનું મોત

06/26/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સાર્વત્રિક વરસાદ વચ્ચે આ ગુજરાતના આ શહેરમાં  2 ગાયને લાગ્યો કરંટ, એકનું મોત

ગુજરાતમાં હવે ચોમાસાનો માહોલ ધીરે ધીરે જમવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. એ સિવાય કચ્છના ગાંધીધામમાં પણ 4 ઈંચ વરસાદ પડ્યો હતો. ગાંધીધામમાં રાત્રે ધોધમાર વરસાદ વરસચા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. તો એક વૃક્ષ પણ પડી થયું હતું. હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.


પેટલાદમાં 2 ગાયને કરંટ લાગ્યો

પેટલાદમાં 2 ગાયને કરંટ લાગ્યો

આજે સવારે પેટલાદમાં 2 ગાયને કરંટ લાગ્યો હતો. જેમાં એકનું મોત થયું હતું. જ્યારે એક ગાયને બચાવી લેવાઈ હતી. મંગળવારે સાંજે વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો અને રાતના સમયે વરસાદ પડ્યો હતો. જોડિયા શહેરોમાં ચાર ઇંચ વરસાદ પડ્યો અને તેના પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. આદિપુરમાં એક વૃક્ષ પણ ધરાશાયી થયું હતું. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.


જૂવારના પૂળિયામાં વિજળી પડતા સળગીને રાખ થયા

જૂવારના પૂળિયામાં વિજળી પડતા સળગીને રાખ થયા

અંજારમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંજારમાં 4 કલાકમાં લગભગ એક ઇંચ વરસાદ વરસી જતા રસ્તા પર પાણીની નદીઓ વહી હતી. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી હતો. અંજાર તાલુકાના સતાપર, સાપેડા, નાગલપર, સીનોગ્રા, ખેડોઈ, ખંભરા એવા અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. ગઈકાલે વાવ તાલુકાના ડેડાવા ગામના ખેડૂતના પશુઓ માટે રાખેલ 1000થી વધારે જૂવારના પૂળિયા પર વીજળી પડતા સળગીને રાખ થઇ ગયા હતા. જેમાં ખેડૂતને લગભગ 40,000 કરતા વધુનું નુકસાન થયું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top