રાજધાનીમાં બે જૂથો વચ્ચે અંધાધૂંધ ગોળીબાર, 5 લોકો ઇજાગ્રસ્ત
Delhi: દેશની રાજધાની દિલ્હી ફરી એકવાર ગોળીબારના અવાજથી ગુંજી ઉઠી છે. દિલ્હીના જ્યોતિ નગરમાં પરસ્પર અદાવતને કારણે 2 જૂથો વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 3 માર્ચે રાત્રે લગભગ 9:00 વાગ્યે જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં ફાયરિંગની ઘટનાની માહિતી મળી હતી, જેમાં ફોન કરનારે જણાવ્યું હતું કે તેમના પુત્રને અજાણ્યા લોકોએ ગોળી મારી દીધી છે. જ્યારે પોલીસ ટીમ SOC એટલે કે શક્તિ ગ્રેડન,ગલી નંબર-1 પર પહોંચી ત્યારે પોલીસ ટીમે જોયું કે, બે જૂથો વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે, જેમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
તમામ ઇજાગ્રસ્તોને GTB હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ક્રાઈમ ટીમ અને FSLની ટીમને ઘટના સ્થળે તપાસ માટે બોલાવવામાં આવી હતી. ટીમોએ કેટલીક ખાલી કારતૂસ અને એક જીવંત કારતૂસ જપ્ત કરી હતી. ત્યારબાદ જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.
ફાયરિંગમાં સામેલ વ્યક્તિની ઓળખીને શોધી કાઢવા અને તેની ધરપકડ કરવા માટે ટેક્નિકલ અને મેન્યૂઅલ ઇનપુટ્સ એકત્રિત કરવા માટે ટીમો બનાવવામાં આવી છે.
તાજેતરમાં દેશની રાજધાની દિલ્હીમાં બદમાશો સાથે જોડાયેલો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં બદમાશોએ બંદૂકની અણીએ પોલીસ કોન્સ્ટેબલની બાઇક લૂંટી લીધી હતી. જો કે, ઉત્તર દિલ્હીના વજીરાબાદમાં પોલીસ એન્કાઉન્ટર દરમિયાન બાઇક લૂંટનારા 2 બદમાશો ગોળીઓથી ઇજાગ્રસ્ત થયા હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 26 ફેબ્રુઆરીએ બની હતી, જ્યારે કોન્સ્ટેબલ દિનેશ અને સંદીપ આઉટર રિંગ રોડ પર મોટરસાઇકલ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp