સુરતીઓને શરમસાર કરતી વધુ એક ઘટના, 6 વર્ષીય છોકરીનું અપહરણ કરી રેપ કર્યો, હાલત ગંભીર

સુરતીઓને શરમસાર કરતી વધુ એક ઘટના, 6 વર્ષીય છોકરીનું અપહરણ કરી રેપ કર્યો, હાલત ગંભીર

03/15/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતીઓને શરમસાર કરતી વધુ એક ઘટના, 6 વર્ષીય છોકરીનું અપહરણ કરી રેપ કર્યો, હાલત ગંભીર

Surat Rape Case: ગુજરાતમાં મહિલા સુરક્ષાને લઈને દાવાઓ હવે પોકળ સાબિત થઇ રહ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતથી સુરતીઓને લાજાવતી વધુ એક ઘટના સામે આવી છે. આમ તો સુરતીલાલાઓ પોતાની મોજ-મસ્તીની જિંદગી માટે પ્રખ્યાત છે, પરંતુ હવે સુરતને કોઈકની કાળી નજર લાગી ગઈ છે અને અહીં ગુનાની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.


કતારગામમાં 6 વર્ષીય છોકરી પર રેપની ઘટના

કતારગામમાં 6 વર્ષીય છોકરી પર રેપની ઘટના

સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં ફૂટપાથ પર રહેલા પરિવારની ૬ વર્ષીય છોકરીનું અપહરણ કરીને રેપની ઘટનાને અંજામ આપવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને અંજામ આપનાર હેવાન નશાની હાલતમાં હતો અને તેણે રસ્તા પરથી છોકરીને ઉપાડી દીધી હતી. પીડિત બાળકીને ગંભીર ઇજાઓ થવાને કારણે હૉસ્પિટલમાં ખસેડાઈ છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, બાળકીના સંબંધીઓ સૂતા હતા એ દરમિયાન નરાધમે બાળકીનું અપહરણ કર્યું હતું અને પછી દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. એ પછી તેની હિંમત તો જુઓ રેપ કર્યો બાદ હેવાન શખ્સ છોકરીને પાછો સંબંધીઓ પાસે મૂકી ગયો હતો. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચ અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top