બોલો! આ વિસ્તારમાં વાઘને પકડવા માટે લગાવાયું હતું કર્ફ્યૂ, પણ વાઘ મૃત હાલતમાં મળ્યો
ચૂંટણીના માહોલ દરમિયાન વાયનાડ ખૂબ સમાચારમાં રહે છે. જોકે, કોઈ પણ ચૂંટણી વિના, વાયનાડ ફરી એકવાર લાઇમલાઇટમાં છે. કેરળના વાયનાડના ઘણા વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું હતું. પ્રિયંકા ગાંધીના સંસદીય મતવિસ્તાર વાયનાડમાં આજે સવારે 6:00 વાગ્યાથી 48 કલાક માટે કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે અહીં એક વાઘે એક મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારથી, તેને પકડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્રએ સાવચેતીના પગલા તરીકે ઘણા વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દીધૂ હતું, પરંતુ એ વાઘ વાયનાડના પિલકાવુમાં મૃત હાલતમાં મળી આવ્યો છે.
કેરળના વાયનાડમાં રવિવારે એક વાઘે 47 વર્ષીય મહિલા પર હુમલો કર્યા બાદ અધિકારીઓએ મનનથવાડી નગરપાલિકાના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દીધું હતું. મહિલા પર હુમલાની ઘટના બાદ વાઘને આદમખોર જાહેર કરી દેવામાં આવ્યો હતો. પરંતું વાઘ મૃત હાલતમાં મળી આવ્યો છે. વનમંત્રી એ.કે. શશીન્દ્રને કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ત્યારબાદ વાઘને માનવભક્ષી જાહેર કરવામાં આવ્યો હતો. એક સત્તાવાર પ્રકાશન મુજબ, 27 જાન્યુઆરીએ સવારે 6:00 વાગ્યાથી કેટલાક વિસ્તારોમાં 48 કલાક માટે કર્ફ્યૂ લાદવામાં આવશે.
શુક્રવારે સવારે, મનાથવાડી વિસ્તારના 'પ્રિયદર્શિની એસ્ટેટ'માં, જ્યારે અનુસૂચિત જાતિની મહિલા રાધા કોફી તોડતી હતી, ત્યારે એક વાઘે તેના પર હુમલો કર્યો. વાઘના હુમલાથી મહિલાનું મોત થઇ ગયું. મહિલાના અંતિમ સંસ્કાર કર્યા બાદ, સ્થાનિક લોકો વન અધિકારીઓના બેઝ કેમ્પની બહાર એકઠા થયા અને વાઘને મારી નાખવાની માગ કરવા લાગ્યા. આ દરમિયાન સ્થાનિક લોકોએ પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
જોકે, વન અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન પ્રમોદ જી કૃષ્ણને શુક્રવારે આદેશ આપ્યો હતો કે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળની માર્ગદર્શિકા અને માનક સંચાલન પ્રક્રિયા (SOP) અનુસાર વાઘને પાંજરામાં કે શાંત કરવા માટે મહત્તમ પ્રયાસો કરવામાં આવે. આમ ન થવા પર તેને ગોળી મારી દેવી જોઈએ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp