Video: મોટી દુર્ઘટના, રેલ્વે સ્ટેશન પર લેન્ટર ધરાશાયી થતા 30થી વધુ મજૂરો કાટમાળ નીચે દબાયા
Kannauj Building Lintel Collapsed News: ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં રેલ્વે સ્ટેશન નજીક નિર્માણાધીન ઇમારતનો લિંટર પડી થયો. આ ઘટનામાં ઘણા કામદારો દબાયા હોવાની આશંકા છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અહીં 30થી વધુ મજૂરો કામમાં રોકાયેલા હતા. ઘટના બાદ, આ લોકો કાટમાળ નીચે દબાઈ ગયા, જેમાંથી કેટલાકને બચાવી લેવામાં આવ્યા છે. પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
રેલ્વે સ્ટેશન પરિસરમાં ચાલી રહેલા બ્યૂટિફિકેશન કાર્ય દરમિયાન થયો આ અકસ્માતઆ અકસ્માત કન્નૌજ રેલ્વે સ્ટેશન પરિસરમાં ચાલી રહેલા બ્યીટિફિકેશન કાર્ય દરમિયાન થયો હતો. અહીં એક નિર્માણાધીન ઇમારતનો લેંટર અચાનક ધરાશાયી થઈ ગયો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા સતત હૉસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.
#WATCH | Kannauj, Uttar Pradesh: An under-construction lintel collapsed at Kannauj railway station; several workers trappedMore details awaited pic.twitter.com/vqefsjtXDc — ANI (@ANI) January 11, 2025
#WATCH | Kannauj, Uttar Pradesh: An under-construction lintel collapsed at Kannauj railway station; several workers trappedMore details awaited pic.twitter.com/vqefsjtXDc
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, લેન્ટર પડવાના કારણે ખૂબ જ જોરદાર અવાજ થયો. આ ઘટનાને કારણે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસ અને રાહત કાર્યકરો બચાવ કાર્યમાં રોકાયેલા છે. વહીવટીતંત્રે અકસ્માતના કારણની તપાસ પણ શરૂ કરી દીધી છે.
ઈજાગ્રસ્ત મજુરોને હૉસ્પિટલ પહોચાડવામાં આવ્યા છે. ઘટનાસ્થળ પર સ્થાનિક પોલીસ ફોર્સ સાથે SDRFની ટીમ પણ રવાના કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતની નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચીને રાહત કાર્યમાં ગતિ લાવવા અને ઈજાગ્રસ્તોની સંપૂર્ણ સારવાર કરાવવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ ઈજાગ્રસ્તો જલદી સારા થાય તેવી કામના કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp