AAP અને કોંગ્રેસની વધી ચિંતા, સહયોગી પાર્ટી જ ઉતારવા જઈ રહી છે ઉમેદવાર

AAP અને કોંગ્રેસની વધી ચિંતા, સહયોગી પાર્ટી જ ઉતારવા જઈ રહી છે ઉમેદવાર

01/10/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

AAP અને કોંગ્રેસની વધી ચિંતા, સહયોગી પાર્ટી જ ઉતારવા જઈ રહી છે ઉમેદવાર

કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેના માટે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે. દિલ્હીમાં મુખ્ય સ્પર્ધા આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે હોવાનું માનવામાં આવે છે. જોકે, કોંગ્રેસ પણ આ ચૂંટણીમાં પોતાની સંપૂર્ણ તાકત લગાવી રહી છે. તો, ચૂંટણી માટે મતદાન અગાઉ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે વધુ એક ચિંતા વધારનારા સમાચાર સામે આવી રહ્યા છે. 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ઇન્ડિયા એલાયન્સનો ભાગ રહેલા ડાબેરી પક્ષોએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે.


6 બેઠકો પર ઉમેદવારો ઉતારવાનો લીધો

6 બેઠકો પર ઉમેદવારો ઉતારવાનો લીધો

માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી CPI(M)ના વરિષ્ઠ નેતા વૃંદા કરાતે ગુરુવારે કહ્યું હતું કે ડાબેરી પક્ષોએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લીધો છે. CPI(M)ના આઠમા ઝારખંડ રાજ્ય સંમેલનમાં હાજરી આપતા, વૃંદા કરાતે કહ્યું હતું કે, દિલ્હી ચૂંટણીમાં ડાબેરી પક્ષ 6 બેઠકો પર ચૂંટણી લડશે. કરાતે એમ પણ કહ્યું કે ડાબેરી પક્ષ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીને સત્તામાં આવતા અટકાવવા માટે તમામ પ્રયાસો કરશે. તેથી, બાકીની બેઠકો પર ભાજપ સામે મજબૂત ઉમેદવારોને ટેકો આપવામાં આવશે.


દિલ્હીમાં ચૂંટણી ક્યારે છે?

દિલ્હીમાં ચૂંટણી ક્યારે છે?

ચૂંટણી પંચે મંગળવારે કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. દિલ્હીમાં 70 વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન 5 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાશે. તો, ચૂંટણી પરિણામ 8 ફેબ્રુઆરી 2025ના રોજ જાહેર કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top