જિંદગીની જંગ હારી ગઈ આરોહી, 17 કલાક બોરવેલમાં ફસાઈ રહેલી દોઢ વર્ષની છોકરીનું મોત

જિંદગીની જંગ હારી ગઈ આરોહી, 17 કલાક બોરવેલમાં ફસાઈ રહેલી દોઢ વર્ષની છોકરીનું મોત

06/15/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

જિંદગીની જંગ હારી ગઈ આરોહી, 17 કલાક બોરવેલમાં ફસાઈ રહેલી દોઢ વર્ષની છોકરીનું મોત

અમરેલીમાં બોરવેલમાં પડેલી છોકરી જિંદગીની જંગ હારી ગઈ. NDRF અને સ્થાનિક પ્રશાસનના તમામ પ્રયાસો છતા આરોહી નામની આ છોકરીને બચાવી ન શકાઈ. તેની ઉંમર માત્ર દોઢ વર્ષ હતી અને તે અન્ય બાળકો સાથે રમી રહી હતી. ઘટના અમરેલીના સૂરગપુરા ગામની છે, જ્યાં આરોહી બોરવેલમાં પડી ગઈ હતી. NDRF અને અમરેલી ફાયર વિભાગે 17 કલાક સુધી આરોહીને બોરવેલમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા. આરોહીને જ્યારે બહાર કાઢવામાં આવી તો તેનું મોત થઈ ચૂક્યું હતું.


આરોહીને બહાર કાઢવા 17 કલાક સુધી ચાલ્યું ઓપરેશન:

આરોહીને બહાર કાઢવા 17 કલાક સુધી ચાલ્યું ઓપરેશન:

આરોહીને બોરવેલમાંથી જીવતી કાઢવા માટે 17 કલાક સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જ્યારે આરોહીને બોરવેલથી બહાર કાઢ્યા બાદ તપાસ કરવામાં આવી તો સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ આરોહીને મૃત જાહેર કરી દીધી. ત્યારબાદ આરોહીના શબને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ મોકલી આપવામાં આવ્યું. આરોહીના મોત બાદ ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આરોહીના માતા-પિતાએ જણાવ્યું કે, મારી દીકરીનું નામ આરોહી છે. આ અમારી એક જ દીકરી છે. અમારી દીકરી સૂતી હતી અને અમે કપાસ સોપતા હતા. બોર પર રાખેલો પથ્થર કોઈએ હટાવી દીધો હશે અને તે અચાનક નીચે પડી ગઈ હતી. બોરમાં પડ્યા પછી પણ તેમની દીકરી અડધા કલાક સુધી રડતી હતી.


એપ્રિલમાં મધ્ય પ્રદેશમાં પણ આવી ઘટના સામે આવી હતી.

એપ્રિલમાં મધ્ય પ્રદેશમાં પણ આવી ઘટના સામે આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગત એપ્રિલમાં મધ્ય પ્રદેશના રીવામાં પણ એક બાળક બોરવેલમાં પડી જવાની ઘટના સામે આવી હતી અને એ બાળકનું પણ મોત થઈ ગયું હતું. 40 કલાકની સખત મહેનત બાદ પણ 6 વર્ષના માસૂમ મયંકને બચાવી શકાયો નહોતો અને જ્યારે તેને બહાર કાઢવામાં આવ્યો તો તેનું મોત થઈ ચૂક્યું હતું. ખેતરમાં બનેલા બોરવેલમાં પડેલા 6 વર્ષના બાળકને ઘણી એજન્સીઓના અથાગ પ્રયાસો છતા જીવતો કાઢી શકાયો નહોતો. તે 40 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top