લોકસભા ચૂંટણી પછી ગુજરાત સરકારમાં મોટા ફેરફારનો ગંજીપો ચીપાશે? કદાવર નેતા પુરુષોત્તમ સોલંકીએ શા

લોકસભા ચૂંટણી પછી ગુજરાત સરકારમાં મોટા ફેરફારનો ગંજીપો ચીપાશે? કદાવર નેતા પુરુષોત્તમ સોલંકીએ શા માટે આવું નિવેદન આપ્યું?

05/25/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

લોકસભા ચૂંટણી પછી ગુજરાત સરકારમાં મોટા ફેરફારનો ગંજીપો ચીપાશે? કદાવર નેતા પુરુષોત્તમ સોલંકીએ શા

Loksabha elections 2024: ગુજરાતમાં છાસવારે મંત્રીમંડળમાં ફેરફાર થવાની અફવા ઉડતી રહે છે. આવું કેમ થાય છે એ વાત એક રહસ્ય જ રહેવા પામી છે. હાલમાં જ ગુજરાત ભાજપના પીઢ અને કદાવર ગણાતા કોળી નેતા પુરુષોત્તમ સોલંકીએ એક વિશેષ પ્રસંગે જે નિવેદન આપ્યું, એનાથી ફરી એક વાર રાજકીય ચર્ચાઓ શરુ થઇ ગઈ છે.


કયા નિવેદનથી ચર્ચાઓ ચાલી?

કયા નિવેદનથી ચર્ચાઓ ચાલી?

ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગનો હવાલો સાંભળતા રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીનો ગઇકાલે જન્મદિવસ ગાંધીનગર ખાતે  ઊજવવામાં આવ્યો હતો. પુરુષોત્તમ સોલંકી એટલે કોળી સમાજના કદાવર નેતા કહેવામાં આવે છે. રાજકીય પંડિતોના માનવા મુજબ ગુજરાતના કોળી સમાજના સૌથી કદાવર નેતા તરીકે પુરુષોત્તમ સોલંકીનું નામ મુકવું પડે. પરંતુ તેઓ છેલ્લા દોઢેક મહિનાથી રાજકીય ચર્ચાઓથી દુર જ રહ્યા છે.

પુરુષોત્તમ સોલંકીની તબિયતને લઈ છેલ્લા ઘણા મહિનાઓથી સવાલો થઈ રહ્યા હતા. તેમની નાદુરસ્ત રહેવાના કારણે મંત્રી મંડળમાં પડતા મુકવાની હોવાની ચર્ચા હતી. જોકે, આ વાતને લઈને હવે તેમણે જાહેરમાં મોટો સંકેત આપ્યો છે. તે પોતે હજુ મજબૂત છે તેવું કહી ખેલ પડે તે પહેલા જ પાળ બાંધી દીધી છે. તેમણે કહ્યું કે, તમને લાગતું હશે કે હું વીક છું, પણ દોઢ મહિનો સારવાર કરીને પાછો આવી ગયો છું. આપણે કોઈને નડવુ નથી. મારા દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા છે. ભાવનગર નહિ, તો ગાંધીનગરના દરવાજા કાયમી ખુલ્લા છે. કોઈને તકલીફ હોય તો પરસોત્તમ સોલંકીનો દરવાજો હંમેશા ખુલ્લો છે. આપણે કોઈથી ડરવાનું શીખ્યા નથી, કોઈથી ડર્યો નથી.


છેલ્લા ચાર મુખ્યમંત્રીઓ સાથે પ્રધાન રહી ચુક્યા છે સોલંકી

લોકસભાના પરિણામ બાદ મંત્રી મંડળમાં ફેરફારના એંધાણ છે. નવા નેતાઓને મંત્રી બનાવાશે તો અમુક જૂના નેતાઓને ઘરભેગા કરાશે. કોળી સમાજના દિગ્ગજ નેતા પરષોત્તમ સોલંકી છે. ગઇકાલે ગાંધીનગર ખાતે કરી 64મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 1998 થી તેમનો મંત્રી મંડળમાં સમાવિષ્ટ થાય છે. આ એવા નેતા છે જેઓ વડાપ્રઘાન નરેન્દ્ર મોદી, આનંદીબેનની સરકારમાં મંત્રી રહ્યાં છે. આ સિવાય તેઓ વિજયભાઈ અને ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં પણ મંત્રી યથાવત્ રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top