પાર્ટી દરમિયાન સાંભારમાં નીકળ્યો વંદો, AMCએ માત્ર 48 કલાક માટે 5 સ્ટાર હૉટલનું કિચન સીલ કર્યું,

પાર્ટી દરમિયાન સંભારમાં નીકળ્યો વંદો, AMCએ માત્ર 48 કલાક માટે 5 સ્ટાર હૉટલનું કિચન સીલ કર્યું, જાણો વિગત

08/01/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

પાર્ટી દરમિયાન સાંભારમાં નીકળ્યો વંદો, AMCએ માત્ર 48 કલાક માટે 5 સ્ટાર હૉટલનું કિચન સીલ કર્યું,

અમદાવાદમાં આવેલી ફાઇવ સ્ટાર હયાત હૉટલના સંભારમાં વંદો મળી આવતા મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કપરી છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) એ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી લક્ઝરી હયાત હૉટલના કિચનને આગામી 48 કલાક માટે સીલ કરી દીધું છે. મહાનગરપાલિકાની ટીમે તપાસ બાદ હૉટલ સામે આ કાર્યવાહી કરી છે.  તપાસ દરમિયાન મહાનગરપાલિકની ટીમને હૉટલનું કિચન અનહાઇજેનિક જોવા મળ્યું હતું. ત્યારબાદ મહાનગરપાલિકાની ટીમે કિચનના ગેટ પર નોટિસ ચોંટાડીને સીલ કરી દીધું હતું.


સંભારમાંથી નીકળ્યો વંદો

થોડા દિવસો અગાઉ હયાત હૉટલમાં પાર્ટી દરમિયાન સંભારમાંથી વંદો મળી આવ્યાનો કિસ્સો સામે આવ્યો હતો. આ અંગે AMCને ફરિયાદ મળી હતી. ફરિયાદ બાદ કાર્યવાહી કરતા AMCએ હૉટલના કિચનનીની તપાસ કરી હતી. મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હૉટલ હયાતના કિચનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ હૉટલનું કિચન સીલ કરી દેવામાં આવ્યું હતું.


હૉટલનું કિચન અસ્વચ્છ હાલતમાં

હૉટલનું કિચન અસ્વચ્છ હાલતમાં

જાણકારી મળી રહી છે કે હૉટલમાં એક મોટા કાર્યક્રમ દરમિયાન સંભારમાંથી આ વંદો નીકળ્યો હતો, જેથી લોકોમાં ખૂબ નારાજ થયા હતા અને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાએ હૉટલના કિચનને સીલ કરવાની નોટિસ પણ ચોંટાડી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે, મળેલી ફરિયાદના આધારે તપાસ બાદ હૉટલનું કિચન અસ્વચ્છ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. તેથી, તમારું કિચન 48 કલાક માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top