શનિ દેવ ચાલ બદલતાં જ એકસાથે રચાશે 2 રાજયોગ, આ 4 રાશિઓ પર થશે છપ્પરફાડ ધનવર્ષા!

શનિ દેવ ચાલ બદલતાં જ એકસાથે રચાશે 2 રાજયોગ, આ 4 રાશિઓ પર થશે છપ્પરફાડ ધનવર્ષા!

09/19/2023 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

શનિ દેવ ચાલ બદલતાં જ એકસાથે રચાશે 2 રાજયોગ, આ 4 રાશિઓ પર થશે છપ્પરફાડ ધનવર્ષા!

ન્યાયના દેવતા અને દંડાધિકારી શનિદેવની ચાલ જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમના રાશિ પરિવર્તનથી લઈને ઉદય અને અસ્ત થવા સુધી, માર્ગી-વક્રી થવું, માનવ જીવન પર વ્યાપક પ્રભાવ કરે છે. શનિ હાલમાં કુંભ રાશિમાં તેની વક્રી સ્થિતિમાં છે, જેના કારણે ત્રિકોણ રાજયોગ રચાયો છે.

સાથે જ નવેમ્બરમાં તે માર્ગી થતાં જ શશ રાજયોગ રચાશે. જ્યોતિષમાં આ બંને રાજયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ બંને યોગોની અસર વર્ષ 2023 ના અંત સુધી રહેશે, જેના કારણે 4 રાશિઓને અણધાર્યો લાભ મળશે.


તુલા

તુલા

શનિદેવના બંને રાજયોગની તુલા રાશિના લોકો પર શુભ પ્રભાવ પડશે. આ સમયગાળા દરમિયાન, આર્થિક પ્રગતિની તકો મળશે, જે તમને ધન સંબંધિત બાબતોમાં મજબૂત બનાવશે. નોકરીમાં ટ્રાન્સફર અને પ્રમોશનની તક મળશે. આકસ્મિક ધન લાભ થવાથી આત્મવિશ્વાસ વધશે.


કુંભ

કુંભ

કુંભ રાશિના લોકો માટે ત્રિકોણ અને શશ રાજયોગ વરદાનથી ઓછો નહીં હોય. આ સમય દરમિયાન આ રાશિના લોકોને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. નોકરી અને વ્યવસાયમાં આર્થિક પ્રગતિ થશે. અટવાયેલુ ધન પાછુ મળશે. ક્યાંક યાત્રા પર જવાની સંભાવના છે, જેનાથી આર્થિક લાભ થશે.


વૃષભ

વૃષભ

વૃષભ રાશિના લોકો માટે ત્રિકોણ અને શશ રાજયોગ સકારાત્મક બદલાવ લાવશે. આ સમયગાળા દરમિયાન ધનલાભની તકો મળશે. નોકરી અને વ્યવસાયમાં આર્થિક પ્રગતિ થશે. જે લોકો લાંબા સમયથી નોકરીની રાહ જોઈ રહ્યા હતા. શનિદેવ તેમની મનોકામના પૂર્ણ કરશે.


સિંહ

સિંહ

શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકો પર શશ અને ત્રિકોણ રાજયોગની સકારાત્મક અસર પડશે. આ સમયગાળા દરમિયાન, આ લોકોના ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. મકાન અને વાહન ખરીદવાની તક મળશે. કાનૂની કાર્યવાહીમાં વિજય થશે. નોકરીમાં પ્રમોશન તમને ખુશ રાખશે. અટકેલા પૈસા પાછા મળશે. વિવાહિત જીવનમાં સંબંધો મધુર રહેશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top