GTએ RTM કાર્ડનો ઉપયોગ ન કર્યો, મોહમ્મદ શમીને છોડવા પર મોટું રહસ્ય ખોલ્યું, આશિષ નેહરાએ જાણો શું

GTએ RTM કાર્ડનો ઉપયોગ ન કર્યો, મોહમ્મદ શમીને છોડવા પર મોટું રહસ્ય ખોલ્યું, આશિષ નેહરાએ જાણો શું કહ્યું

11/27/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

GTએ RTM કાર્ડનો ઉપયોગ ન કર્યો, મોહમ્મદ શમીને છોડવા પર મોટું રહસ્ય ખોલ્યું, આશિષ નેહરાએ જાણો શું

Ashish Nehra on Mohammed Shami: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરના રોજ જેદ્દાહ, સાઉદી અરેબિયામાં યોજાઈ હતી. અબાદી અલ-જવાહર એરેનામાં 2 દિવસ સુધી ચાલેલી IPL મેગા ઓક્શન 2025માં 10 IPL ટીમોએ ખેલાડીઓ ખરીદ્યા હતા. મોહમ્મદ શમી માટે ચોંકાવનારી બોલી જોવા મળી હતી. IPL 2023 પર્પલ કેપ હોલ્ડર મોહમ્મદ શમી માટે ગુજરાત ટાઇટન્સે રાઇટ ટૂ મેચ કાર્ડ (RTM)નો ઉપયોગ કર્યો નહોતો અને સનરાઇઝર્સ હૈદરાબાદ શમીને પોતાના કેમ્પમાં લાવવામાં સફળ રહી હતી. ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરાએ શમી માટે RTM કાર્ડનો ઉપયોગ ન કરવા પાછળનું કારણ જણાવ્યું છે.


આશિષ નેહરાએ મોટું રહસ્ય ખોલ્યું

આશિષ નેહરાએ મોટું રહસ્ય ખોલ્યું

ભારતનો અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હવે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતો જોવા મળશે. IPL 2025ની હરાજીમાં હૈદરાબાદે શમીને 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ત્યારે થયું જ્યારે તેની જૂની ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે રાઇટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કર્યો નહોતો.

IPL 2025ની મેગા હરાજી બાદ જિયો સિનેમા સાથે વાત કરતા, ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરાએ કહ્યું હતું કે શમીને રીટેઇન કરવાની યોજના હતી, પરંતુ આ રણનીતિ કામ કરી શકી નહોતી. તેણે ગુજરાત ટાઇટન્સ અને ભારત માટે જે કર્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે, તે અમારી રિટેન્શન યોજનાનો એક ભાગ હતો, પરંતુ દરેક રિટેન્શનમાં દરેક પ્લાન સફળ જતો નથી. અમે RTM કાર્ડનો ઉપયોગ કરવાનું વિચાર્યું હતું, પરંતુ તે જે ભાવે ગયો, તેને જોતા અમને નિર્ણય બદલવો પડ્યો.


IPLમાં મોહમ્મદ શમીની અત્યાર સુધીની સફર

IPLમાં મોહમ્મદ શમીની અત્યાર સુધીની સફર

IPL 2022માં ગુજરાત ટાઇટન્સે મોહમ્મદ શમીને 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગુજરાત ટાઇટન્સે તેની ડેબ્યૂ સીઝનમાં IPL ટ્રોફી જીતી હતી અને તેમાં શમીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શમીએ IPL 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 17 મેચમાં 28 વિકેટ લીધી હતી અને પર્પલ કેપ હંસક કરી હતી. તેની એવરેજ 18.64 અને ઇકોનોમી 8.03 હતી. શમીને વન-ડે વર્લ્ડ કપ 2023 દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી, જેના કારણે તે IPL 2024માંથી બહાર રહ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top