ઑસ્ટ્રેલિયાના એક નિર્ણયથી ભારતની ચિંતા વધી, આ ઘાતક બોલકને પ્લેઇંગ XIમા સામેલ કર્યો

ઑસ્ટ્રેલિયાના એક નિર્ણયથી ભારતની ચિંતા વધી, આ ઘાતક બોલકને પ્લેઇંગ XIમા સામેલ કર્યો

12/25/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

ઑસ્ટ્રેલિયાના એક નિર્ણયથી ભારતની ચિંતા વધી, આ ઘાતક બોલકને પ્લેઇંગ XIમા સામેલ કર્યો

Australia announce playing XI: ઑસ્ટ્રેલિયાએ 25 ડિસેમ્બરે મેલબર્નમાં રમાનારી મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. ભારત સામે શાનદાર પ્રદર્શન કરનાર ઘાતક બોલરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. એવામાં ઑસ્ટ્રેલિયાના એક નિર્ણયથી ચોક્કસપણે ભારતની ચિંતા વધી ગઇ છે.


એક નિર્ણયથી ભારતીય ટીમની ચિંતા વધી

એક નિર્ણયથી ભારતીય ટીમની ચિંતા વધી

ઑસ્ટ્રેલિયાએ 26મી ડિસેમ્બરથી રમાનારી ટેસ્ટ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં શાનદાર બોલર સ્કોટ બોલેન્ડને સામેલ કર્યો છે. બોલેન્ડ એ જ ખેલાડી છે જે દર વખતે ભારત માટે મુશ્કેલી ઉભી કરે છે. આ બોલરનો જાદુ હંમેશાં ભારત સામે જોવા મળ્યો છે. આંકડાઓ પણ એ જ દિશામાં નિર્દેશ કરી રહ્યા છે. બોલેન્ડે ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023ની ફાઇનલમાં પણ ધમાલ મચાવી હતી. ત્યારબાદ, ફાસ્ટ બોલરે તાજેતરમાં એડિલેડમાં રમાયેલી બીજી મેચમાં પણ ભારતીય બેટ્સમેનોની કસોટી કરી હતી.


એડિલેડમાં જાયસ્વાલ અને કોહલીને કર્યા હતા આઉટ

એડિલેડમાં જાયસ્વાલ અને કોહલીને કર્યા હતા આઉટ

સ્કોટ બોલેન્ડે WTC ફાઇનલમાં પ્રથમ ઇનિંગમાં 2 અને બીજી ઇનિંગમાં 3 વિકેટ હાંસલ કરી હતી. આ મેચમાં તેણે શુભમન ગિલ, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓને પોતાના શિકાર બનાવ્યા હતા. આ સિવાય ફાસ્ટ બોલરે એડિલેડમાં પોતાની સ્વિંગ બોલિંગથી યશસ્વી જાયસ્વાલ અને વિરાટ કોહલીને પણ પેવેલિયન પરત મોકલી દીધા હતા. આ મેચમાં તેણે 5 વિકેટ લીધી હતી.

બોલેન્ડ ઘણીવાર ભારત સામે તેની ઘાતક બોલિંગથી તબાહી મચાવે છે. તેણે ભારત સામે અત્યાર સુધી રમેલી 3 મેચમાં 10 વિકેટ લીધી છે. હવે આ ખેલાડી મેલબોર્નમાં પોતાનો સમય પસાર કરવા માટે તૈયાર છે. જોશ હેઝલવુડના સ્થાને બોલેન્ડને તક આપવામાં આવી છે, જે ઈજાના કારણે ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ઑસ્ટ્રેલિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં 2 ફેરફાર કર્યા છે. બોલેન્ડ ઉપરાંત સેમ કોન્સ્ટાસનો પણ પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે આંતરરાષ્ટ્રીય મંચ પર પદાર્પણ કરશે.


ઑસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

ઑસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લેબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top