Hardik Pandya news : ક્રિકેટ ચાહકો માટે બૂરી ખબર! હાર્દિક પંડ્યા આ બે શ્રેણીમાંથી બહાર! મોટા ભા

Hardik Pandya news : ક્રિકેટ ચાહકો માટે બૂરી ખબર! હાર્દિક પંડ્યા આ બે શ્રેણીમાંથી બહાર! મોટા ભાગના ખેલાડીઓ બદલાશે?

11/17/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

Hardik Pandya news : ક્રિકેટ ચાહકો માટે બૂરી ખબર! હાર્દિક પંડ્યા આ બે શ્રેણીમાંથી બહાર! મોટા ભા

Hardik Pandya news : WORLD CUP 2023 માં ભારતની ટીમ એક પછી લગાતાર વિજયો મેળવીને ફાઈનલ સુધી પહોંચી ગઈ છે. પરંતુ આ દરમિયાન હાર્દિક પંડ્યાના ફેન્સને આઘાત લાગે એવા સમાચાર આવી રહ્યા છે. હાર્દિક પંડ્યા વિદેશી ભૂમિ પર ખેલાનારી આગામી બે શ્રેણીમાંથી પડતો મૂકાય એવી શક્યતાઓ બળવત્તર બનતી જાય છે.


હાર્દિક પંડ્યાને શું નડી ગયું?

હાર્દિક પંડ્યાને શું નડી ગયું?

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામેની વર્લ્ડ કપ લીગ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પંડ્યા ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાનારી આગામી T20 શ્રેણીમાં નહીં રમે અને તે દક્ષિણ આફ્રિકામાં ત્રણ T20 અને ત્રણ ODI મેચોમાં પણ ભાગ લે તેવી શક્યતા છે.

વર્લ્ડ કપની લીગ મેચમાં, બાંગ્લાદેશના ઓપનર લિટન દાસના શોટને રોકવાનો પ્રયાસ કરતી વખતે હાર્દિક પંડ્યાએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું, જેના પછી તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. બાદમાં પંડ્યા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. જોકે, સોજો ઓછો થયો ન હતો અને ફિટનેસ ટેસ્ટ દરમિયાન હાર્દિકને દુખાવો થયો હતો. આ પછી તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ટીમમાં તેના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણને તક મળી છે.

હાર્દિક પંડ્યાની ઈજાને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટ રિપોર્ટ આવ્યો નથી કારણ કે દરેક વખતે તેની ઈજા વિશે સકારાત્મક સમાચાર આવે છે અને બાદમાં તે ટૂર્નામેન્ટમાંથી બહાર જોવા મળે છે. કમ સે કમ વર્લ્ડ કપ અને ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે તો આવું કહી શકાય. ઓસ્ટ્રેલિયા બાદ તે સાઉથ આફ્રિકા સામેની ટી-20 કે વનડે શ્રેણીમાં વાપસી કરી શકશે કે કેમ તે જોવું રહ્યું.


મોટા ભાગના ખેલાડીઓ નહિ હોય?

મોટા ભાગના ખેલાડીઓ નહિ હોય?

એવું માનવામાં આવી રહ્યું છે કે વર્લ્ડ કપ ટીમના મોટાભાગના ખેલાડીઓને આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયા ટી-20 સિરીઝ માટે પસંદ કરાયેલી ટીમમાં મોટા ભાગના એવા ખેલાડીઓ હશે જેઓ ઓક્ટોબરમાં એશિયન ગેમ્સનો ભાગ હતા.

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમનું નેતૃત્વ ઋતુરાજ ગાયકવાડે કર્યું હતું. તે ટીમમાં યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ અને જીતેશ શર્મા જેવા ખેલાડીઓ સામેલ હતા. ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી પેનલ છેલ્લા બે મહિનામાં વરિષ્ઠ ભારતીય ટીમના વર્કલોડને ધ્યાનમાં લેશે.

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમનું નેતૃત્વ ઋતુરાજ ગાયકવાડે કર્યું હતું. તે ટીમમાં યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ અને જીતેશ શર્મા જેવા ખેલાડીઓ સામેલ હતા. ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી પેનલ છેલ્લા બે મહિનામાં વરિષ્ઠ ભારતીય ટીમના વર્કલોડને ધ્યાનમાં લેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top