Video: 'હારી ગયા તો..' ભાજપના મંત્રીએ રાજસ્થાનમાં પેટાચૂંટણીની જીત પર મોટી જાહેરાત કરી

Video: 'હારી ગયા તો..' ભાજપના મંત્રીએ રાજસ્થાનમાં પેટાચૂંટણીની જીત પર મોટી જાહેરાત કરી

11/12/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

Video: 'હારી ગયા તો..' ભાજપના મંત્રીએ રાજસ્થાનમાં પેટાચૂંટણીની જીત પર મોટી જાહેરાત કરી

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની સાથે-સાથે ઘણા રાજ્યોની સીટો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. રાજસ્થાનમાં પણ 7 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. એવામાં તમામની નજર વિધાનસભા પેટાચૂંટણી પર ટક છે. આ દરમિયાન પ્રચાર દરમિયાન ભાજપના મંત્રી ગજેન્દ્ર સિંહ ખીંવસરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હું ગેરંટી આપવા માંગુ છું કે આપણે આ ચૂંટણી હારી નહી શકીએ, જો આપણે હારીશું તો હું મારી મૂછો અને વાળ કપાવીને અહીં ઉભો થઇ જઈશ. તેઓ ખિંવસરના સદર બજાર ચોક ખાતે જનસભાને સંબોધી રહ્યા હતા.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આપણે ચૂંટણી તેમની સામે લડી રહ્યા છીએ. જે દરેક ચૂંટણીની જીત બાદ આપણને અપમાનિત કરીને ગાળો અપાતા જિન્દાબાદના નારા લગાવીને રસ્તાઓ પર આવીને આપણને અપમાનિત કરવા રેલીઓ નીકળે છે. તેમન ચૂંટણી હરાવવાની છે.


મારી વાતનું માન રાખજો

મારી વાતનું માન રાખજો

ખીંવસર અહીં જ ન અટક્યા, તેમણે વધુમાં કહ્યું કે જ્યારે હું અહીંથી ચૂંટણી લડ્યો હતો ત્યારે મને ખીંવસરના મતદાન મથક પર 95 ટકા મત મળ્યા હતા. આજે હું બધાને કહું છું કે આ ચૂંટણી સૌની અને ગામના વિકાસ માટે છે. હું પહેલીવાર ચૂંટણી જીત્યો અને વસુંધરા રાજેએ મને મંત્રી બનાવ્યો. મેં આ વિસ્તારનો સંપૂર્ણ વિકાસ કરાવ્યો હતો. ખીંવસરે વધુમાં કહ્યું કે, મારી પાસે કેબિનેટ મંત્રીનું પદ છે, હું સીનિયર હોદ્દા પર છું. અમારી પાર્ટીના કારણે જ કેનાલનું પાણી તમારા સુધી પહોંચ્યું. આ દરમિયાન ભાજપના ઉમેદવાર રેવંતરામ ડાંગા અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જ્યોતિ મિર્ધા પણ મંચ પર હાજર હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top