Budget 2023 : બજેટ રજૂ થાય તે પહેલા ખરીદી લો આ વસ્તુઓ, પછી તો નક્કી ભાવમાં થશે વધારો

Budget 2023 : બજેટ રજૂ થાય તે પહેલા ખરીદી લો આ વસ્તુઓ, પછી તો નક્કી ભાવમાં થશે વધારો

01/09/2023 Business

SidhiKhabar

SidhiKhabar

Budget 2023 : બજેટ રજૂ થાય તે પહેલા ખરીદી લો આ વસ્તુઓ, પછી તો નક્કી ભાવમાં થશે વધારો

બિઝનેસ ડેસ્ક : વર્ષ 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. બજેટમાં ઘણી વસ્તુઓના ભાવ વધી જાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં ટેક્સમાં વધારો થવાને કારણે વસ્તુઓ મોંઘી બની જાય છે. આ વર્ષે પણ આવું જ કંઈક થવાની ધારણા છે. કેન્દ્ર સરકાર લગભગ 35 સામાન પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવા જઈ રહી છે. આનો સીધો મતલબ એ છે કે આ વસ્તુઓમાંથી બનેલી પ્રોડક્ટ્સ અથવા અન્ય દેશોમાંથી આવતી પ્રોડક્ટ્સ મોંઘી થઈ જશે. આવી સ્થિતિમાં, જો તમે આ વસ્તુઓ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારું રહેશે કે તમે 1 ફેબ્રુઆરી પહેલા ખરીદી કરી લો. ગત વર્ષના બજેટમાં પણ અનેક ચીજવસ્તુઓ પર આયાત જકાત વધારવામાં આવી હતી.


નાણા મંત્રાલયે આયાત ડ્યૂટી વધારવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી

નાણા મંત્રાલયે આયાત ડ્યૂટી વધારવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી

સૂત્રોના જણાવ્યા અનુસાર નિર્મલા સીતારમણની આગેવાની હેઠળના નાણા મંત્રાલયે આયાત ડ્યૂટી વધારવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. અલગ-અલગ મંત્રાલયો પાસેથી મળેલા મળતી માહિતી મુજબ સામાનની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. આ સામાનમાં મોંઘી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, ઘરેણાં અને વિટામિનથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ થાય છે.


વિદેશથી માલ આયાત કરવાથી અન્ય દેશોને ફાયદો થાય છે

વિદેશથી માલ આયાત કરવાથી અન્ય દેશોને ફાયદો થાય છે

દેશમાં આયાત ઘટાડવા અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થવો જોઈએ . સરકારનું માનવું છે કે આનાથી આત્મનિર્ભર ભારતના મિશનને મજબૂતી મળશે. વિદેશથી માલ આયાત કરવાથી અન્ય દેશોને ફાયદો થાય છે. આ જ કારણ છે કે ભારત સરકાર આવી વસ્તુઓ પર ટેરિફ વધારીને તેમની આયાત ઘટાડવા માંગે છે.


ભારત સરકાર અર્થતંત્રને મજબૂત બનાવવામાં કોશિષ કરી રહ્યું છે

ભારત સરકાર અર્થતંત્રને મજબૂત બનાવવામાં કોશિષ કરી રહ્યું છે

આર્થિક મંદીની આશંકાઓને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર અર્થતંત્રને મજબૂત બનાવવાની કોશિશ કરી રહ્યું છે.  જો મંદી આવશે તો ભારતની નિકાસ ઘટશે અને તેના કારણે ભારતને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. લાંબી યોજનાને ધ્યાનમાં રાખીને, સરકાર આપણા દેશમાં સરળતાથી ઉત્પાદન કરી શકાય તેવા ઘણા ઉત્પાદનો પર આયાત ડ્યુટી વધારી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top