કર્ણાટક: મુખ્યમંત્રી કોણ બનશે એ બાબતે કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું! સિદ્ધરામૈયા અને ડી કે શિવકુ

કર્ણાટક: મુખ્યમંત્રી કોણ બનશે એ બાબતે કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું! સિદ્ધરામૈયા અને ડી કે શિવકુમાર વચ્ચે રસ્સ્સીખેંચ. 89 ધારાસભ્યો કોના સમર્થનમાં?

05/16/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

કર્ણાટક: મુખ્યમંત્રી કોણ બનશે એ બાબતે કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું! સિદ્ધરામૈયા અને ડી કે શિવકુ

કર્ણાટક: કોંગ્રેસને લાંબા સમય પછી કર્ણાટક જેવા મોટા રાજ્યમાં સંપૂર્ણ બહુમત સાથેનો વિજય મળ્યો છે. એ પછી નિશ્ચિતરૂપે લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહેલી કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો છે. પરંતુ સત્તા મળતાની સાથે જ મુખ્યમંત્રીપદ માટેની રસ્સીખેંચ પણ શરુ થઇ ગઈ છે. એવું મનાય છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે આજે નવા મુખ્યમંત્રીના નામની વિધિવત જાહેરાત કરશે.


સિદ્ધરામૈયા કે શિવકુમાર?!

સિદ્ધરામૈયા કે શિવકુમાર?!

અત્યારે મુખ્યત્વે બે નામ ચર્ચામાં છે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરામૈયા અને વોક્કલિગા સમાજના નેતા અને કર્ણાટક કોંગ્રેસમાં મોટું માથું ગણાતા ડી કે શિવકુમાર. નિરીક્ષકોનો અહેવાલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સુધી પહોંચતા હવે તમામની નજર ટોચના નેતૃત્વ પર ટકેલી છે. નિરીક્ષકો સુશીલ કુમાર શિંદે, ભંવર જિતેન્દ્ર સિંહ અને દીપક બાવરિયાએ રવિવારે મોડી રાત સુધી ધારાસભ્યો સાથે પરામર્શ કર્યા પછી સોમવારે સાંજે દિલ્હીમાં ખડગેને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. જોકે સિદ્ધારમૈયાએ દિલ્હી જતા પહેલા જ દાવો કર્યો હતો, પરંતુ મોટાભાગના ધારાસભ્યો મારી તરફેણમાં છે. તેના જવાબમાં શિવકુમારે કહ્યું કે, પાર્ટીએ મારા નેતૃત્વમાં ચૂંટણી લડી અને મોટી જીત મેળવી.

શિવકુમાર હવે મંગળવારે દિલ્હી આવી શકે છે. નેતૃત્વના આમંત્રણ પર દિલ્હી પહોંચેલા તેમના ભાઈ અને કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશ મોડી સાંજે પાર્ટી અધ્યક્ષ ખડગેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ પછી મીડિયાને તેમના દિલ્હી આવવા વિશે જણાવવામાં આવ્યું.


કર્ણાટકમાં શિવકુમાર vs સિદ્ધરામૈયાનો ખેલ!

કર્ણાટકમાં શિવકુમાર vs સિદ્ધરામૈયાનો ખેલ!

મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદારોમાંના એક શિવકુમારના સ્ટેન્ડને કારણે કોંગ્રેસમાં બધુ બરાબર નથી તેવી અટકળો શરૂ થઈ છે. પેટના ઇન્ફેક્શનને કારણે ડી કે શિવકુમારે ગઈકાલે દિલ્હી જવા અંગે અસમર્થતા જાહેર કરી હતી. પણ સમજાવટ બાદ આજે (મંગળવારે) તેઓ દિલ્હી જવા રાજી થયા છે. આ દરમિયાન ગઈકાલનો આખો કોંગ્રેસી ઘટનાક્રમ અત્યંત રસપ્રદ રહ્યો હતો.

સવારે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા સીએમ પદ પર વાતચીત માટે બોલાવવામાં આવતા, શિવકુમારે બેંગ્લોરમાં કહ્યું કે આજે તેમનો જન્મદિવસ છે, તેથી તેઓ દિલ્હી નહીં જાય.એ પછી બપોરે તેમણે મીડિયાને કહ્યું કે પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કર્યા પછી, જે પણ ફ્લાઇટ મળશે તે દ્વારા દિલ્હી જશે. જો કે સાંજ સુધીમાં દિલ્હી જવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. શિવકુમારે કહ્યું, મારા પેટમાં થોડી તકલીફ છે. ચેપ અને તાવ પણ છે.


શિવકુમારેનો ખોંખારો: મારી પાસે 135 ધારાસભ્યો છે! પણ પછી...

શિવકુમારેનો ખોંખારો: મારી પાસે 135 ધારાસભ્યો છે! પણ પછી...

શિવકુમારે સવારે કહ્યું હતું કે "મારી તાકાત 135 ધારાસભ્યોની છે. મારા નેતૃત્વમાં જ પાર્ટીએ ઘણી બેઠકો જીતી છે. મેં જે કહ્યું તે કર્યું." પણ સાંજ પડતા સુધીમાં તેઓ પાણીમાં બેસી ગયા, અને કહ્યું કે તમામ ધારાસભ્યો કોંગ્રેસના છે. તેમની પાસે એક પણ ધારાસભ્ય નથી. પક્ષના નેતૃત્વએ જે પણ નિર્ણય લેવાનો હોય તે કરો. કોંગ્રેસ પાર્ટી જાને છે કે પોતાના કયા કાર્યકરને કઈ જવાબદારી સોંપવી! આ સાથે જ કટાક્ષ કરતા તેમણે એમ પણ કહ્યું કે, સિદ્ધારમૈયા સાથે વધુ ધારાસભ્યો છે અને હું પણ તેમને શુભેચ્છા પાઠવું છું.

આ તમામ અટકળો વચ્ચે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે રાહુલ અને સોનિયા ગાંધી સાથે વિમર્શ કર્યા બાદ સિદ્ધરામૈયાનું નામ જાહેર કરે એવી વકી છે. પણ આવનારા દિવસોમાં કર્ણાટક કોંગ્રેસમાં બધું ધારવા જેટલું સરળ નહિ હોય, એવી આશંકાઓ સેવાઈ રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top