ડિસેમ્બર IPO માટે સૌથી વ્યસ્ત મહિનો બન્યો, 11 કંપનીઓની એન્ટ્રી

ડિસેમ્બર IPO માટે સૌથી વ્યસ્ત મહિનો બન્યો, 11 કંપનીઓની એન્ટ્રી

12/18/2024 Business

SidhiKhabar

SidhiKhabar

ડિસેમ્બર IPO માટે સૌથી વ્યસ્ત મહિનો બન્યો, 11 કંપનીઓની એન્ટ્રી

સોમવારે, લગભગ અડધો ડઝન કંપનીઓએ તેમની લિસ્ટિંગ યોજનાઓની જાહેરાત કરી. આ સાથે કુલ સંખ્યા 11 પર પહોંચી ગઈ છે.આ વર્ષે IPO માટે ડિસેમ્બર સૌથી વ્યસ્ત મહિનો સાબિત થઈ રહ્યો છે. સોમવારે, લગભગ અડધો ડઝન કંપનીઓએ તેમની લિસ્ટિંગ યોજનાઓની જાહેરાત કરી. આ સાથે કુલ સંખ્યા 11 પર પહોંચી ગઈ છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ વર્ષ પૂરું થાય તે પહેલાં વધુ બે-ત્રણ IPOની અપેક્ષા રાખે છે. પ્રાઇમ ડેટાબેઝ મુજબ, 2024 માં એક મહિનામાં ઓફર કરવામાં આવેલા ઇશ્યુની મહત્તમ સંખ્યા સપ્ટેમ્બરમાં 12 હતી. જોકે, ઓક્ટોબરમાં સૌથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી, જ્યારે છ કંપનીઓએ મળીને રૂ. 38,689 કરોડ એકત્ર કર્યા હતા.


આ છે કંપનીઓ

આ છે કંપનીઓ

IPOની કિંમત અને તારીખો જાહેર કરનારી નવી કંપનીઓ છે - વેન્ટિવ હોસ્પિટાલિટી (ઇશ્યૂ સાઈઝ રૂ. 1,600 કરોડ), DAM કેપિટલ એડવાઈઝર્સ (રૂ. 840 કરોડ), ટ્રાન્સરેલ લાઇટિંગ (રૂ. 839 કરોડ), સનાતન ટેક્સટાઇલ (રૂ. 550 કરોડ), કોનકોર્ડ એન્વાયરો સિસ્ટમ્સ (રૂ. રૂ. 500 કરોડ) અને મમતા મશીનરી (રૂ. 179 કરોડ). આમાંથી ઘણા આઈપીઓ મંગળવારે ખુલી ગયાં છે. 


રોકાણકારો પ્રોત્સાહિત

રોકાણકારો પ્રોત્સાહિત

ઇન્ડસ્ટ્રીના લોકોનું કહેવું છે કે ગયા મહિને માર્કેટમાં થયેલા અદભૂત ઉછાળાએ કંપનીઓને તેમની લિસ્ટિંગ યોજનાઓને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ ઉપરાંત, એક સાથે ઘણા IPO લોન્ચ કરવામાં આવી રહ્યા છે, કારણ કે કંપનીઓ સામાન્ય રીતે વર્ષના અંતની રજાઓ દરમિયાન વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની મર્યાદિત ભાગીદારીની ચિંતાને કારણે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં IPO લોન્ચ કરવાનું ટાળે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top