ગર્જી રહ્યા છે આ ડિફેન્સ સ્ટોક, એક્સપર્ટ બોલ્યા- ખરીદી લો, 3000 સુધી જશે કિંમત

ગર્જી રહ્યા છે આ ડિફેન્સ સ્ટોક, એક્સપર્ટ બોલ્યા- ખરીદી લો, 3000 સુધી જશે કિંમત

11/06/2023 Business

SidhiKhabar

SidhiKhabar

ગર્જી રહ્યા છે આ ડિફેન્સ સ્ટોક, એક્સપર્ટ બોલ્યા- ખરીદી લો, 3000 સુધી જશે કિંમત

છેલ્લા એક વર્ષ દરમિયાન જે ડિફેન્સ કંપનીના શેર બજારમાં શાનદાર રિટર્ન આપ્યું છે, તેમાં ડેટા પેટર્ન ઇન્ડિયા (Data Pattern India) એક છે. કંપનીના શેરોમાં સોમવારે 6 ટકાની આસપાસ તેજી જોવા મળી. ત્યારબાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં કંપનીના શેરની કિંમત 2030.75 રૂપિયાના લેવલ પર પહોંચી ગઇ હતી. ડિફેન્સ કંપનીના શેરોમાં તેજીનું કારણ ત્રિમાસિક પરિણામોને માનવામાં આવે છે.


નેટ પ્રોફિટમાં 61 ટકાનો વધારો:

નેટ પ્રોફિટમાં 61 ટકાનો વધારો:

ડેટા પેટર્ન ઇન્ડિયાના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સારા પરિણામ જોવા મળ્યા છે. કંપનીના નેટ પ્રોફિટમાં 61 ટકાનો વધારો જોવા મળ્યો છે. જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન ડેટા પેટર્નનો શુદ્ધ નફો 33.79 કરોડ રૂપિયા રહ્યો છે. એક વર્ષ અગાઉ આ ત્રિમાસિકમાં તે 21.05 કરોડ રૂપિયા રહ્યો હતો. આ દરમિયાન કંપનીની આવક વાર્ષિક આધાર પર 32 ટકાના વધારા સાથે 108 કરોડ રૂપિયા રહી. ડિફેન્સ કંપનીનો EBITDA 35 ટકાના વધારા સાથે 41 કરોડ રૂપિયા રહ્યો છે. ગત નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં તે 30.16 કરોડ રૂપિયા હતો.


2021માં આવ્યો હતો IPO:

2021માં આવ્યો હતો IPO:

ડેટા પેટર્નનો IPO ડિસેમ્બર 2021માં આવ્યો હતો. કંપનીના લિસ્ટિંગ 864 રૂપિયા પર થઇ હતી, જ્યારે ઇશ્યૂ પ્રાઇઝ 585 રૂપિયા પ્રતિ શેર જ હતી. ત્યારથી અત્યાર સુધી ડિફેન્સ કંપનીના શેરની કિંમત 247 ટકા વધી છે. આ શેર પર નજર રાખનારા એસ્પર્ટ્સ મુજબ, આગામી સમયમાં 3,000 રૂપિયાના લેવલ સુધી કિંમત જઇ શકે છે. એક્સપર્ટ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. આ ડિફેન્સ સેક્ટરની કંપનીના શેરોમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 40 ટકા કરતાં વધુની તેજી જોવા મળી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top