ધનતેરસ પર 3 દીવા દૂર કરશે જીવનના દરેક દુ:ખ, જાણો તેને ક્યાં અને ક્યારે પ્રગટાવવાથી થશે લાભ

ધનતેરસ પર 3 દીવા દૂર કરશે જીવનના દરેક દુ:ખ, જાણો તેને ક્યાં અને ક્યારે પ્રગટાવવાથી થશે લાભ

10/22/2022 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

ધનતેરસ પર 3 દીવા દૂર કરશે જીવનના દરેક દુ:ખ, જાણો તેને ક્યાં અને ક્યારે પ્રગટાવવાથી થશે લાભ

લાઈફસ્ટાઈલ ડેસ્ક : અંધકાર પર પ્રકાશની જીતનો તહેવાર દિવાળી 24 ઓક્ટોબર, 2022ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. દિવાળીના પાંચ દિવસીય તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. આ તહેવાર ખુશીનો પ્રકાશ લાવે છે. દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા અને 14 વર્ષના વનવાસ પછી ભગવાન શ્રી રામનું અયોધ્યામાં સ્વાગત કરવા માટે દરેક ઘરમાં માટીના દીવા પ્રગટાવવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ધનતેરસના દિવસે 3 દીવા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે. ચાલો જાણીએ કે તેમને ક્યાં, ક્યારે અને કેવી રીતે પ્રગટાવવા જોઈએ.


દિવસે સાંજે ઘરની બહાર 13 દિવા પ્રગટાવવા જોઈએ.

દિવસે સાંજે ઘરની બહાર 13 દિવા પ્રગટાવવા જોઈએ.

ધનતેરસના દિવસે યમના નામે પહેલો દીવો પ્રગટાવવામાં આવે છે. પ્રદોષ કાળમાં ધનતેરસની પૂજા કરવી શ્રેષ્ઠ છે. આ દિવસે સાંજે ઘરની બહાર 13 દિવા પ્રગટાવવા જોઈએ. મુખ્ય દ્વાર પર બે અને બાકી આંગળામાં. આ દીવા નકારાત્મક ઉર્જાના પ્રવેશને રોકે છે. શાસ્ત્રો અનુસાર યમના નિમિત્ત દિવા પરિવારના સદસ્યોને સુતી વખતે પ્રગટાવવાનું વિધાન છે.


સરસવના તેલથી દીવો પ્રગટાવો

સરસવના તેલથી દીવો પ્રગટાવો

તેના માટે જુનો દિવો લો અને સરસવના તેલથી દીવો પ્રગટાવો. હવે દિવાને ઘરથી બહાર કચરાના ઢગલા અથવા નાળાની પાસે દક્ષિણની તરફ મુખ કરીને પ્રજ્વલત કરો. આ દિશા યમની માનવામાં આવે છે. દીવો મુકતી વખતે મંત્ર બોલો- मृत्युना पाशहस्तेन कालेन भार्यया सह। त्रयोदश्यां दीपदानात्सूर्यज: प्रीतयामिति।’ કહેવાય છે કે તેનાથી અકાળ મૃત્યુનો ભય ખતમ થઈ જાય છે અને નરક અથવા યાત્નાઓ નહીં સહેવી પડે.


બીજો દિવો

બીજો દિવો

શાસ્ત્રો અનુસાર ધનની સમસ્યા, બીમારી અને ખરાબ શક્તિઓથી છુટકારો મેળવવા માટે બીજો દિવો ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તેને ધનતેરસ પર ઘરના વૃદ્ધો આખા ઘરમાં ફેરવે છે અને પછી બહાર ક્યાંક દૂર જતા આવે છે. આ પ્રક્રિયાને ઘરના સદસ્ય નથી જોતા. કહેવાય છે કે આ દીવો ઘરની બધી નકારાત્મક ઉર્જાને પોતાની સાથે લઈ જાય છે અને જીવનમાં ફરી ખુશીઓ આવી જાય છે.


ત્રીજો દિવો

ત્રીજો દિવો

ધનતેરસ અને દીપાવલીની રાત્રે ઘરમાં તેમજ કોઈપણ મંદિરમાં રાત્રે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી આવક વધે છે અને દેવાનો બોજ જલ્દી ઓછો થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top