દિવાળીની તારીખની મૂંઝવણ થઇ ગઇ દૂર, જાણી લો લક્ષ્મી પૂજાનું સાચુ મુહૂર્ત અને પૂજા સામગ્રી

દિવાળીની તારીખની મૂંઝવણ થઇ ગઇ દૂર, જાણી લો લક્ષ્મી પૂજાનું સાચુ મુહૂર્ત અને પૂજા સામગ્રી

10/24/2022 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

દિવાળીની તારીખની મૂંઝવણ થઇ ગઇ દૂર, જાણી લો લક્ષ્મી પૂજાનું સાચુ મુહૂર્ત અને પૂજા સામગ્રી

લાઈફસ્ટાઈલ ડેસ્ક : હિન્દુ પંચાંગ અનુસાર, દર વર્ષે દિવાળીનો તહેવાર કાર્તિક અમાવસ્યાની તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળી પર સૂર્ય ગ્રહણનો ઓછાયો છે કારણ કે અમાવસ્યા તિથિમાં સૂર્ય ગ્રહણનો સૂતક કાળ પ્રારંભ થઇ રહ્યો છે. દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવાથી ધન, વૈભવ અને શુભતામાં વૃદ્ધિ થાય છે. ચાલો તમને જણાવીએ દિવાળી પર લક્ષ્મી પૂજાનું શુભ મૂહુર્ત, પૂજા સામગ્રી અને અમાસની તિથિ વિશે.


દિવાળી 2022નું શુભ મુહૂર્ત

દિવાળી 2022નું શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, આ વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની અમાસની તિથિ 24 ઓક્ટોબરના દિવસે રવિવારે સાંજે 05 વાગીને 04 મિનિટથી પ્રારંભ થઇ રહી છે અને આ તિથિ બીજા દિવસે 25 ઓક્ટોબર સોમવારે સાંજે 04 વાગીને 35 મિનિટ સુધી માન્ય છે.

દિવાળી પર ભગવાન ગણેશ, માતા લક્ષ્મી અને કુબેરની પૂજા અમાસની તિથિએ રાત્રિના સમયે કરવામાં આવે છે. આ કારણે 24 ઓક્ટોબર સોમવારે હસ્ત નક્ષત્ર બાદ ચિત્રા નક્ષત્ર અને વિષ્કુંભ યોગમાં દિવાળી પૂજા અને દીપદાન થશે. આ દિવસે સવારે ચતુર્દશી તિથિ હોવાના કારણે સવારમાં હનુમાનજીના દર્શન કરવા શુભ ફળદાયી રહેશે.


દિવાળી 2022 લક્ષ્મી પૂજા મુહૂર્ત

દિવાળી 2022 લક્ષ્મી પૂજા મુહૂર્ત

શાસ્ત્રોના આધારે દિવાળી પર લક્ષ્મી પૂજા પ્રદોષ કાળમાં કરવાનું વિધાન છે. તેમાં પણ સ્થિર લગ્નની પ્રધાનતા હોય છે. આ કાળમાં સ્વાતિ નક્ષત્રનો યોગ પણ બને છે. તેથી દિવાળીની પૂજા વૃષભ, સિંહ અને કુંભ લગ્નમાં કરવી ઉત્તમ રહે છે. વૃષભ લગ્ન સાંજે 06 વાગીને 55 મિનિટથી રાતે 08 વાગીને 51 મિનિટ સુધી છે. સ્થાનના આધારે આ સમય બદલાઇ શકે છે.


લક્ષ્મી પૂજા મુહૂર્ત 2022

લક્ષ્મી પૂજા મુહૂર્ત 2022

24 ઓક્ટોબર, સાંજે 06 વાગીને 55 મિનિટથી રાતે 08 વાગીને 51 મિનિટ સુધી.

24 ઓકેટોબર, મોડી રાતે 01 વાગીને 23 મિનિટથી બીજા દિવસે સવારે 03 વાગીને 37 મિનિટ સુધી.


દિવાળી 2022 લક્ષ્મી પૂજા સામગ્રી

દિવાળી 2022 લક્ષ્મી પૂજા સામગ્રી

દિવાળીના દિવસે માતા લક્ષ્મી, ભગવાન ગણેશ અને કુબેરની પૂજા કરવામાં આવે છે. તેથી તેની સાથે સંબંધિત પૂજા સામગ્રી હોવી જરૂરી છે. આ દિવસે શ્રીયંત્ર, કુબેર યંત્રનું પૂજન લાભકારક અને ઉન્નતિ પ્રદાન કરનાર માનવામાં આવે છે.

લક્ષ્મી મૂર્તિ, ગણેશ મૂર્તિ, કુબેરની છવિ, લાલ વસ્ત્ર, પીળું વસ્ત્ર, ચૌકી, દેવી-દેવતાઓ માટે આસન, અર્પણ કરવાના વસ્ત્રો, અક્ષત, હળદર, રૂ, કમલગટ્ટા, કમળનું ફૂલ, લાલ ગુલાબ, લાલ ફૂલ, રોલી, ધાણા, સિંદૂર , પાન, સોપારી, પંચ પલ્લવ, દુર્વા, કુશ, સપ્તધાન, કુમકુમ, ચંદન, ધૂપ, દીવો, સફેદ મીઠાઇ અથવા ખીર, પતાશા, મોદક, શ્રી યંત્ર, કુબેર યંત્ર, ચાંદી અથવા સોનાનો સિક્કો, નાળિયેર, શંખ, કોડી, રૂની દિવેટ, એલચી, રક્ષાસૂત્ર, કેળાના પાન, કપૂર, ગુલાલ, યજ્ઞોપવીત, ગંગાજળ, શુદ્ધ ઘી, નૈવેદ્ય, દહીં, દૂધ, ફળ, મધ વગેરે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top