Video: 'શું PM મોદી અને અમિત શાહની બેગ ચેક થશે?' આખરે શિવસેના UBT ચીફે એવું કેમ કહ્યું?
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સોમવારે ચૂંટણી પ્રચાર માટે યવતમાલના વની એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ચૂંટણી પંચે તેમની બેગ ચેક કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ઉદ્ધવ ઠાકરેએ પણ બેગ ચેકિંગના મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પોતે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
તેમણે વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, "મારી બેગ તપાસી લો. ઈચ્છો છો, તો મારું યુરિન પૉટ ચેક કરી લો, પરંતુ હવે મને તમે લોકો મોદીની બેગ તપાસતા હોય તેવો વીડિયો જોઈએ છે. ત્યાં તમે પોતાની પૂંછડી ઝુકાવી ન દેતા. તમારે જે જોઇએ તે ખોલીને જોઇ લો. હું આ વીડિયો રીલિઝ કરી રહ્યો છું. ત્યારબાદ હું તમને ખોલીશ.
આ ઘટનાને લઈને ઘણી રાજકીય નિવેદનબાજી પણ થઈ રહી છે. AAP સાંસદ સંજય સિંહે કહ્યું, "મહારાષ્ટ્રમાં કોઈની હિંમત નહોતી કે બાળાસાહેબ ઠાકરેની પાર્ટી સાથે દુર્વ્યવહાર કરે, આજે તે પાર્ટીના નેતા ઉદ્ધવ ઠાકરે સાથે જે પ્રકારનું ખરાબ વર્તન કરવામાં આવ્યું, તેના માટે મહારાષ્ટ્રની જનતા પાઠ શીખવશે." તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની 288 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે.
વાસ્તવમાં, ઉદ્ધવ ઠાકરે સોમવારે યવતમાલ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. જ્યારે ઉદ્ધવ ઠાકરેનું હેલિકોપ્ટર અહીં વાની હેલિપેડ પર લેન્ડ થયું, ત્યારે ત્યાં ઊભેલા ચૂંટણી પંચના અધિકારીએ ઉદ્ધવ ઠાકરેના હેલિકોપ્ટરને ચેક કર્યું. ત્યારબાદ અધિકારીઓએ તપાસ માટે ઉદ્ધવ ઠાકરે પાસે તેમની બેગ માગી હતી. જેના કારણે તેઓ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે બેગ તો આપી પરંતુ કર્મચારીઓની પૂછપરછ કરતા વીડિયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું.
डॉ. बाबासाहेबांनी लिहिलेल्या संविधानात सगळ्यांना समान न्याय हे आम्ही मानतोच.पण यंत्रणांना हाताशी धरुन लोकशाहीला पायदळी तुडवून हुकुमत गाजविणाऱ्या दिल्लीश्वरांनी मात्र त्या संविधानाचा सगळ्याच पातळ्यांवर अवमान करायचा ठरवलं आहे.आज उद्धवसाहेबांच्या सामानाची वणी येथे काही… pic.twitter.com/XyM53sKOsy — ShivSena - शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) November 11, 2024
डॉ. बाबासाहेबांनी लिहिलेल्या संविधानात सगळ्यांना समान न्याय हे आम्ही मानतोच.पण यंत्रणांना हाताशी धरुन लोकशाहीला पायदळी तुडवून हुकुमत गाजविणाऱ्या दिल्लीश्वरांनी मात्र त्या संविधानाचा सगळ्याच पातळ्यांवर अवमान करायचा ठरवलं आहे.आज उद्धवसाहेबांच्या सामानाची वणी येथे काही… pic.twitter.com/XyM53sKOsy
ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચના અધિકારીઓને સત્તાધારી પક્ષના નેતાઓની પણ તપાસ કરવા અને તપાસનો વીડિયો શેર કરવા કહ્યું. ઉદ્ધવે અધિકારીઓને પૂછ્યું કે, "શું તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની બેગની પણ તપાસ કરી છે? શું તેઓ પીએમ મોદી અને અમિત શાહની મહારાષ્ટ્રની રેલીઓની મુલાકાત દરમિયાન પણ તેમની બેગની તપાસ કરે છે?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp