નવા વર્ષમાં પણ શેરબજારમાંથી થશે અઢળક કમાણી : LIC સહિત 45 કંપનીઓના IPO બજારમાં આવી શકે છે

નવા વર્ષમાં પણ શેરબજારમાંથી થશે અઢળક કમાણી : LIC સહિત 45 કંપનીઓના IPO બજારમાં આવી શકે છે

12/26/2021 Business

SidhiKhabar

SidhiKhabar

નવા વર્ષમાં પણ શેરબજારમાંથી થશે અઢળક કમાણી : LIC સહિત 45 કંપનીઓના IPO બજારમાં આવી શકે છે

બિઝનેસ ડેસ્ક: IPO મામલે આ વર્ષ ઘણું સારું રહ્યું છે. શેરબજારે રોકાણકારોને કમાણીની ઘણી તકો આપી. નવા વર્ષમાં પણ કમાણી માટે મોટી તકો આવી શકે છે. આગામી બે મહિનાઓમાં LIC સહિત લગભગ 45 જેટલી કંપનીઓના IPO બજારમાં આવી શકે તેવી શક્યતાઓ છે. 


IPOના ઇતિહાસમાં એક નવો અધ્યાય

છેલ્લા ત્રણ મહિનામાં લગભગ 40 કંપનીઓએ માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI - Securities and Exchange Board of India) પાસે IPO પેપર્સ રજૂ કર્યા છે. તેમાં Ola, Byju's, Oyo જેવા પ્રખ્યાત સ્ટાર્ટઅપનો સમાવેશ થાય છે. ઉપરાંત વિશ્વની સૌથી મોટી વીમા કંપનીઓમાંની એક LICનો IPO પણ કતારમાં છે, જે IPOના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરી શકે છે. એક અંદાજ મુજબ LICનો IPO 80 હજારથી એક લાખ કરોડ રૂપિયાનો હોય શકે છે. જે વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બનવા જઈ રહ્યો છે.


આ IPO રોકાણકારોને કમાવાની પૂરતી તક આપશે

આ IPO રોકાણકારોને કમાવાની પૂરતી તક આપશે

આગામી વર્ષે ફેબ્રુઆરી સુધીમાં IPO લાવવાની તૈયારી કરી રહેલી કંપનીઓમાં ગૌતમ અદાણીની કંપની અદાણી વિલ્મરનું નામ પણ સામેલ છે. આ સિવાય ગો ફર્સ્ટ એરલાઈન્સ, ડ્રૂમ ટેક્નોલોજી, સ્નેપડીલ પણ ઓપન માર્કેટમાં આવવાની તૈયારી કરી રહી છે. Zomato બાદ હવે બીજી ફૂડ ડિલિવરી કંપની Swiggy પણ આવી ગઈ છે. આગામી સમયમાં, Delhivery, Exigo, MobiKwik, FarmEasy, Navi, Pinelabs વગેરેના IPO પણ રોકાણકારોને નાણાં કમાવવાની તકો પૂરી પાડી શકે છે.


આ વર્ષના અગ્રણી IPO

આ વર્ષના અગ્રણી IPO

આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 63 કંપનીઓ માર્કેટમાં આવી છે. આ બધાએ મળીને બજારમાંથી આશરે રૂપિયા 1.29 લાખ કરોડ એકત્ર કર્યા છે. આ કોઈપણ એક વર્ષમાં IPOમાંથી એકત્ર કરાયેલો સૌથી મોટો આંકડો છે. અગાઉ 2017માં કંપનીઓએ ઓપન માર્કેટમાંથી 75 હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આ વર્ષના મોટા IPOમાં અગ્રણીઓમાં પેટીએમ (રૂ. 18,300 કરોડ), ઝોમેટો (રૂ. 9,375 કરોડ) અને સ્ટાર હેલ્થ (રૂ. 7,249 કરોડ)નો સમાવેશ થાય  છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top