પ્રખ્યાત શાયર ફહમી બદાયૂનીએ 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

પ્રખ્યાત શાયર ફહમી બદાયૂનીએ 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

10/21/2024 National

SidhiKhabar

SidhiKhabar

પ્રખ્યાત શાયર ફહમી બદાયૂનીએ 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

પ્રખ્યાત શાયર ફહમી બદાયૂનીનું રવિવારે નિધન થઇ ગયું. તેઓ 72 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા. તેમનો જન્મ 4 જાન્યુઆરી 1952ના રોજ ઉત્તર પ્રદેશના બદાયૂમાં થયો હતો. તેમણે સાહિત્ય જગતમાં ઘણું નામ કમાયું હતું. ફહમી બદાયૂનીના નિધનથી સાહિત્ય જગતમાં શોકનો માહોલ છે. ફહમીના અવસાન બાદ સાહિત્યના એક સુંદર અધ્યાયનો અંત આવ્યો છે, જે તેના ચાહકો માટે ખૂબ જ દુઃખદ છે. ઉર્દૂ સાહિત્યના પ્રખ્યાત શાયર, ફહમી બદાયૂનીએ શાયરીની દુનિયામાં એક ખાસ ઓળખ બનાવી હતી.


ફહમી બદાયૂનીનું નિધન

ફહમી બદાયૂનીનું નિધન

પ્રખ્યાત શાયર ફહમી બદાયૂનીના અંતિમ સંસ્કાર 21 ઓક્ટોબર, સોમવારે કરવામાં આવશે. યુપીના બદાયુંમાં જન્મેલા ફહમી સાહેબને વિજ્ઞાન અને ગણિતમાં ખૂબ રસ હતો. તેઓ તેમની ઊંડી વાતો અને હૃદયસ્પર્શી શેરો શાયરી માટે સાહિત્ય જગતમાં પ્રખ્યાત હતા. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા કોંગ્રેસના નેતા ઈમરાન પ્રતાપગઢીએ લખ્યું, 'અલવિદા ફહમી બદાયૂની સાહબ, તમારી વિદાય ઉર્દૂ સાહિત્ય માટે મોટી ખોટ છે.'


સાહિત્યના ચમકતા સિતારાએ દુનિયાને અલવિદા કહી

સાહિત્યના ચમકતા સિતારાએ દુનિયાને અલવિદા કહી

ફહમી બદાયૂનીની શાયરીઓ યુવા અને વૃદ્વ પેઢી બંનેને ખૂબ જ પસંદ છે. એટલું જ નહીં તેમની શાયરીઓ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થાય છે. તેમના ઘણા શેર આજે પણ લોકોમાં ચર્ચાય છે જેને લોકો સાંભળવાનું પસંદ કરે છે. તેમની સાદગીપૂર્ણ શાયરીએ નવી પેઢીને સાહિત્ય સાથે જોડી છે અને સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેમના લખાણોએ ઉર્દૂ સાહિત્યને નવો વળાંક આપ્યો છે. ફહમી સાહેબ તેમની પાછળ 2 પુત્રો જાવેદ, નાવેદ અને તેમની પત્નીને છોડી ગયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top