BREKING: ટાટા ગ્રુપના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો
ટાટા ગ્રુપની કંપનીના એક પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે તામિલનાડુના કૃષ્ણગિરી જિલ્લામાં હોસુર પાસે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્લાન્ટમાં આ આગ લાગી છે. આજે સવારે ટાટા ઇલેક્ટ્રોનિક્સના આ પ્લાન્ટ (Tata Electronic Plant)માં આગ જ લાગી ગઈ હતી.
ஒசூர் அருகே உள்ள டாடா தொழிற்சாலையில் பயங்கர தீ விபத்துஏராளமான பொருட்கள் தீயில் கருகி சேதம்2 வாகனங்கள் மூலம் தீயை அணைக்கும் பணிகளில் தீயணைப்பு வீரர்கள் தீவிரம்#Hosur #Fireaccident #tata pic.twitter.com/aAeJ3IYqHc — sathesh kumar (@sathesh1595) September 28, 2024
ஒசூர் அருகே உள்ள டாடா தொழிற்சாலையில் பயங்கர தீ விபத்துஏராளமான பொருட்கள் தீயில் கருகி சேதம்2 வாகனங்கள் மூலம் தீயை அணைக்கும் பணிகளில் தீயணைப்பு வீரர்கள் தீவிரம்#Hosur #Fireaccident #tata pic.twitter.com/aAeJ3IYqHc
ટાટાના આ મેન્યૂફેક્ચરિંગ યુનિટમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા નજરે પડી રહ્યા હતા. જો કે, આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. રાહત અને આગ પર નિયંત્રણ મેળવવા માટે ફાયર બ્રિગેડના વાહન અને કર્મચારી ઉપસ્થિત છે.
મળતી માહિતી મુજબ સવારે લગભગ 5:30 વાગ્યે નાગમંગલમ પાસે ઉદ્દાનપલ્લી સ્થિત કંપનીની મોબાઈલ ફોન એક્સસરીઝ પેઇન્ટિંગ યુનિટમાં આગ આગી છે. આગ લાગ્યા બાદ આખા વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો અને કર્મચારીઓ તેમજ સ્થાનિક લોકોમાં ભય ફેલાઈ ગયો છે. બધા કર્મચારીઓને પરિસર બહાર કાઢવા માટે 7 ફાયર વિભાગના વાહનોને તૈનાત કરવામાં આવ્યા. રાહતની વાત છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત થવાના સમાચાર નથી.
જ્યારે આગ લાગી ત્યારે પહેલી શિફ્ટમાં લગભગ 1500 કર્મચારી ડ્યૂટી પર હતા. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડના પ્રવક્તા મુજબ, તમિલનાડુના હોસુરમાં અમારા પ્લાન્ટમાં આગ લાગવાની દુર્ઘટના થઈ છે. અમારા ઇમરજન્સી પ્રોટોકૉલે સુનિશ્ચિત કર્યું કે અમારા બધા કર્મચારી સુરક્ષિત છે. આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને અમે પોતાના કર્મચારીઓ અને અન્ય હિતધારકોના હિતોની રક્ષા માટે આવશ્યક કાર્યવાહી કરશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp