OMG હવે તો હદ થઇ, નમકીનના પેકેટમાં રૂ. 2000 કરોડનું કોકેઇન હતું, પોલીસે કર્યો પર્દાફાશ

OMG હવે તો હદ થઇ, નમકીનના પેકેટમાં રૂ. 2000 કરોડનું કોકેઇન હતું, પોલીસે કર્યો પર્દાફાશ

10/11/2024 National

SidhiKhabar

SidhiKhabar

OMG હવે તો હદ થઇ, નમકીનના પેકેટમાં રૂ. 2000 કરોડનું કોકેઇન હતું, પોલીસે કર્યો પર્દાફાશ

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગુરુવારની સાંજે પશ્ચિમ દિલ્હીના રમેશ નગરમાં એક બિલ્ડિંગના ગોદામમાં દરોડો પાડ્યો હતો અને લગભગ 204 કિલો કોકેઇન/ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ડ્રગ્સનું આ કન્સાઇનમેન્ટ નમકીનના પેકેટમાં છુપાવીને બોક્સમાં રાખવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સના આ કન્સાઇનમેન્ટની કિંમત લગભગ 2000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ચાલો જાણીએ કે પોલીસને આ સફળતા કેવી રીતે મળી.


અગાઉ પણ રૂ. 5600 કરોડનું કોકેન ઝડપાયું હતું

તાજેતરમાં જ સ્પેશિયલ સેલે વસંત વિહાર મહિલાપુરમાં દરોડા પાડીને 7 લોકોની ધરપકડ કરી હતી અને એક વેરહાઉસમાંથી આશરે રૂ. 5600 કરોડનું કોકીન અને થાઇલેન્ડની મેરવાના જપ્ત કરી હતી. આ કેસમાં સ્પેશિયલ સેલને ખબર પડી કે આ સિન્ડિકેટ વિદેશમાં બેસીને મિડલ ઇસ્ટની કોઇ વ્યક્તિ ચલાવી રહી છે. આ કન્સાઇનમેન્ટ થાઇલેન્ડથી યુપી થઇને રોડ માર્ગે દિલ્હી લાવવામાં આવ્યું હતું.


204 કિલો ઉચ્ચ ગુણવત્તાની કોકેઇન મળી આવી

204 કિલો ઉચ્ચ ગુણવત્તાની કોકેઇન મળી આવી

આ કેસમાં તપાસને આગળ ધપાવતા સ્પેશિયલ સેલે હાપુડમાંથી એખલાક નામના યુવકની ધરપકડ કરી હતી. તેની આપેલા નિશાન પર, દિલ્હીના રમેશ નગર વિશે ઇનપુટ મળ્યો કે યુકેનો એક વ્યક્તિ અહીં ડ્રગ્સનો મોટો કન્સાઇનમેન્ટ લઇને આવ્યો છે અને તેને મુંબઇ સહિત કેટલાક રાજ્યોમાં મોકલવાનો છે. સ્પેશિયલ સેલ રમેશ નગરની આ બિલ્ડિંગમાં પહોંચે તે અગાઉ યુકેનો રહેવાસી વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. અહીં પોલીસે બોક્સ અને નમકીનના પેકેટમાં પેક કરેલ લગભગ 204 કિલો ઉચ્ચ ગુણવત્તાની કોકેઇન જપ્ત કરી, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2000 કરોડ રૂપિયા છે. પોલીસે હાલમાં આ ડ્રગ્સ જપ્ત કરી લીધુ છે.


લંડનથી બે લોકોને ભારત મોકલવામાં આવ્યા હતા

તપાસમાં સામે આવ્યું છે કે વિદેશમાં એટલે કે યુકે સ્થિત ડ્રગ સિન્ડિકેટ ચલાવતા વીરેન્દ્ર બસોયાએ લંડનથી બે લોકોને ભારત મોકલ્યા હતા. જેમાંથી એકનું નામ જીમી અને બીજો લંડનનો વ્યક્તિ રમેશ નગરમાં ડ્રગ્સ લાવ્યો હતો અને હાલમાં ફરાર છે. જીમી રૂ. 5600 કરોડનું ડ્રગ્સ લાવ્યો હતો અને અન્ય એક વિદેશી રમેશ નગરમાં રૂ. 2000 કરોડનું ડ્રગ્સ લાવ્યો હતો.


ચૂકવણી કેવી રીતે કરવામાં આવી હતી?

ચૂકવણી કેવી રીતે કરવામાં આવી હતી?

વિદેશી ડ્રગ ડીલરના ગાડી અને હૉટલના માધ્યમથી 2000 કરોડનું કોકેન ટ્રેક કરીને અહીં પહોંચાડાયું હતું. અગાઉ તુષાર ગોયલ, હિમાંશુ અને ઔરંગઝેબ અને ભરત જૈનની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ડ્રગ્સની ચૂકવણી માટે ક્રિપ્ટો કરન્સી USDT દ્વારા કરવામાં આવી હતી. હાલમાં આ નેક્સસના વધુ લોકોની શોધ કરવામાં આવી રહી છે જેથી એ જાણી શકાય કે મુંબઇમાં કયા પ્રકારની પાર્ટીઓ અને કોન્સર્ટમાં આ ડ્રગ્સ સપ્લાય થવાનું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top