ફૂડ ડિલિવરી કંપની Zomatoએ કર્યો પ્લેટફોર્મ ફીમાં ૨૫ ટકાનો વધારો, ઓનલાઈન ખાવાનું પાર્સલ બન્યા મો

ફૂડ ડિલિવરી કંપની Zomatoએ કર્યો પ્લેટફોર્મ ફીમાં ૨૫ ટકાનો વધારો, ઓનલાઈન ખાવાનું પાર્સલ બન્યા મોંઘા..!?

04/22/2024 Business

SidhiKhabar

SidhiKhabar

ફૂડ ડિલિવરી કંપની Zomatoએ કર્યો પ્લેટફોર્મ ફીમાં ૨૫ ટકાનો વધારો, ઓનલાઈન ખાવાનું પાર્સલ બન્યા મો

ફૂડ ડિલિવરી કંપની Zomatoને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoએ તેની પ્લેટફોર્મ ફીમાં 25 ટકા એટલે કે પ્રતિ ઓર્ડર પાંચ રૂપિયાનો વધારો કરી દીધો છે. Zomatoએ ગયા વર્ષે ઓગસ્ટમાં 2 રૂપિયાની પ્લેટફોર્મ ફી રજૂ કરી હતી અને બાદમાં તેને વધારીને 3 રૂપિયા કરી દીધી હતી. હવે ફરી તેમાં વધારો કરવામાં આવ્યો છે.


આ ડિલિવરી ચાર્જ ઉપરાંતનો વધારાનો ચાર્જ

આ ડિલિવરી ચાર્જ ઉપરાંતનો વધારાનો ચાર્જ

નવા વર્ષના એક દિવસ પહેલા રેકોર્ડ બ્રેક ફૂડ ઓર્ડર્સથી ઉત્સાહિત, કંપનીએ મુખ્ય બજારોમાં તેની ફરજિયાત પ્લેટફોર્મ ફી જાન્યુઆરીમાં રૂ. 3 પ્રતિ ઓર્ડરથી વધારીને રૂ. 4 કરી હતી, નવા પ્લેટફોર્મ ચાર્જ Zomato ગોલ્ડ સહિત તમામ ગ્રાહકો પર લાદવામાં આવ્યો છે. આ ચાર્જ એ Zomato દ્વારા વસૂલવામાં આવતો ડિલિવરી ચાર્જ ઉપરાંતનો વધારાનો ચાર્જ છે. જો કે, Zomato ગોલ્ડ મેમ્બરએ ડિલિવરી ચાર્જ ચૂકવવો પડતો નહોતો. પરંતુ તે મેમ્બરને હવે પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. નોંધનીય છે કે, Zomatoનું પોતાનું ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ Blinkit પણ દરેક ઓર્ડર પર હેન્ડલિંગ ચાર્જ તરીકે ઓછામાં ઓછા 2 રૂપિયા વસૂલે છે.


Zomato હવે લગ્ન-પાર્ટીના ઓર્ડર પણ લેશે

આ ઉપરાંત ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoએ 50 લોકોની ભાગીદારી સાથે ઈવેન્ટ્સ માટે સામાન પહોંચાડવા માટે દેશમાં પ્રથમ વખત મોટા ઓર્ડર લેવાની જાહેરાત કરી છે. Zomatoના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) દીપેન્દ્ર ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર તેમની કેટલીક પોસ્ટમાં આ માહિતી આપી હતી. ગોયલે કહ્યું કે, “આજે અમે ભારતની પ્રથમ મુખ્ય ઓર્ડર ટુકડીને રજૂ કરવા માટે રોમાંચિત છીએ. આ ટુકડી તમારા બધા મોટા ઓર્ડર જેમ કે મોટા જૂથો, પાર્ટીઓ અને ઇવેન્ટ્સને સરળતાથી હેન્ડલ કરવામાં સક્ષમ હશે. આ ટુકડી, સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર આધારિત, 50 લોકો સુધી ઓર્ડર પહોંચાડવા માટે રચાયેલ છે.



કંપનીની આવકમાં વાર્ષિક ધોરણે 69 ટકાનો વધારો

કંપનીની આવકમાં વાર્ષિક ધોરણે 69 ટકાનો વધારો

રિપોર્ટ અનુસાર કંપની એક દિવસમાં 20 લાખથી 22 લાખ સુધીના ઓર્ડર આપે છે. આવી સ્થિતિમાં ફીમાં એક રૂપિયાનો વધારો કરવાની સીધી અસર કંપનીના નફાના વધેલા સ્તર પર જોવા મળી શકે છે. Zomatoએ નાણાકીય વર્ષ 2023-24માં 138 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો. તે જ સમયે ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ 347 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી હતી. આ સમયગાળા દરમિયાન કંપનીની આવકમાં વાર્ષિક ધોરણે 69 ટકાનો વધારો જોવા મળ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top