હર્ષ સંઘવીનો હુંકાર : “કોઈ સલીમ સુરેશ બનીને બેન-દીકરીઓ સાથે.... તો ચલાવી નહિ લેવાય!” ગૃહમંત્રીન

હર્ષ સંઘવીનો હુંકાર : “કોઈ સલીમ સુરેશ બનીને બેન-દીકરીઓ સાથે.... તો ચલાવી નહિ લેવાય!” ગૃહમંત્રીની ખુલ્લી ચેતવણી

05/18/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

હર્ષ સંઘવીનો હુંકાર : “કોઈ સલીમ સુરેશ બનીને બેન-દીકરીઓ સાથે.... તો ચલાવી નહિ લેવાય!” ગૃહમંત્રીન

Harsh Sanghvi about Love Jihad: લવ જેહાદનો મામલો હમેશા ચર્ચામાં રહેતો આવ્યો છે. આ દરમિયાન મોરબીમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે સોય ઝાટકીને નિવેદન આપી સહુને ચોંકાવી દીધા હતા!


હર્ષ સંઘવી શું બોલ્યા?

હર્ષ સંઘવી શું બોલ્યા?

મોરબીમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ અંગે સ્પષ્ટતા ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, "કોઈપણ સલીમ સુરેશ બનીને બેન - દિકરીઓને ફસાવશે તો તેને સાંખી નહીં લેવામાં આવે." ગૃહમંત્રીએ લવ જેહાદ મુદ્દે વધુમાં કહ્યું કે, આવું કોઈ સુરેશ પણ સલીમ બનીને ના કરે, તેને પણ સાખી લેવામાં નહીં આવે. પ્રેમ કરવો ગુન્હો નથી પરંતુ પ્રેમના નામે કરવામાં કરવામાં આવતા ષડયંત્રને ચલાવી લેવામાં નહીં આવે. આજે મોરબીમાં આવેલા હર્ષ સંઘવીએ પોલીસને પણ કડક સૂચના આપી છે કે આવી કોઈ ફરિયાદ કે અરજી આવે, તો તે જ દિવસે તેની કાર્યવાહી કરવી.


સુરતની ઘટના સામે આવી

સુરતની ઘટના સામે આવી

દરમિયાન ગૃહમંત્રીના હોમ ટાઉન સુરતથી જ આ પ્રકારની ઘટના સામે આવી છે. શહેરમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે વાસુ નામ ધારણ હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બન્ને યુવક અને યુવતીએ પાર્ટનરશીપમાં મેરેજ ઇવેન્ટનું કામ શરૂ કર્યું ત્યારે વીઝીટીંગ કાર્ડમાં પણ વાસુ નામ લખાવેલું હતું.  તો બીજી તરફ ઓફિસ શીફટીંગ વેળા આધારકાર્ડ મળતા આ સમગ્ર વાતનો ભાંડો ફૂટ્યો હતો. યુવતી સુરતના વેસું વિસ્તારમાં રહે છે અને મહેંદી મુકવાનું કામ કરે છે. 24 વર્ષની આ યુવતી એક લગ્નપ્રસંગમાં મંડપ ડેકોરેશનનું કામ કરતા મૂળ રાજસ્થાનના 27 વર્ષના વસીમ અકરમના સંપર્કમાં આવી હતી. યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીની ફરિયાદના આધારે પોલીસે વસીમની ધરપકડ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top