એલન મસ્ક એક જ દિવસમાં 26.5 અબજ ડૉલર કેવી રીતે કમાયા? ટ્રમ્પની જીતથી થયા માલામાલ

એલન મસ્ક એક જ દિવસમાં 26.5 અબજ ડૉલર કેવી રીતે કમાયા? ટ્રમ્પની જીતથી થયા માલામાલ

11/07/2024 Business

SidhiKhabar

SidhiKhabar

એલન મસ્ક એક જ દિવસમાં 26.5 અબજ ડૉલર કેવી રીતે કમાયા? ટ્રમ્પની જીતથી થયા માલામાલ

Elon Musk Tesla Share Price: અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની જીત બાદ એલન મસ્કની સંપત્તિમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. મસ્કની કુલ સંપત્તિમાં એક જ દિવસમાં 26.5 બિલિયન ડૉલર એટલે કે લગભગ રૂ. 2,442,670 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, જે તેમની કુલ સંપત્તિને 290 બિલિયન ડૉલર સુધી પહોંચી ગઇ છે. જો આ ઉછાળો ચાલુ રહેશે, તો મસ્ક ટૂંક સમયમાં 300 બિલિયન ડૉલર ક્લબમાં સામેલ થઇ શકે છે. એટલું જ નહીં બુધવારે મસ્કની કંપની ટેસ્લાના શેર લગભગ રોકેટ બની ગયા હતા. આ શેરોમાં એક જ દિવસમાં 14.75 ટકાનો વધારો નોંધાયો હતો. હાલમાં, ટેસ્લાના શેરની કિંમત 288.53 ડૉલર પર છે.

 


5 વર્ષમાં 1054% સુધીનું વળતર?

5 વર્ષમાં 1054% સુધીનું વળતર?

જોકે, શરૂઆતના ટ્રેડિંગમાં પણ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો અને એક તબક્કે તે ઘટીને 278 ડૉલર પર આવી ગયા હતા. તમને જણાવી દઈએ કે છેલ્લા એક મહિનામાં ટેસ્લાના શેરમાં 4%નો વધારો થયો છે, જ્યારે તેણે 3 મહિનામાં 25% થી વધુ રિટર્ન આપ્યું છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં ટેસ્લાના શેરે 1054% સુધીનું વળતર આપ્યું છે.


શેર કેમ રોકેટ બન્યા?

શેર કેમ રોકેટ બન્યા?

ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીમાં જીત બાદ ટેસ્લાના શેરમાં 14.75%નો વધારો થયો છે. રોકાણકારોનું માનવું છે કે ટ્રમ્પની જીતથી ઇલેક્ટ્રિક વાહનો પર આપવામાં આવતી સબસિડીમાં ઘટાડો થશે, જે ટેસ્લા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ટ્રમ્પની જીત બાદ અમેરિકાના ઘણા અબજોપતિઓની સંપત્તિમાં ઉછાળો જોવા મળ્યો છે. જેમાં જેફ બેજોસ, લેરી એલિસન, વૉરેન બફેટ, લેરી પેજ, સેર્ગેઈ બ્રિન, જેનસન હુઆંગ, માઈકલ ડેલ, સ્ટીવ બાલ્મર અને બિલ ગેટ્સનો સમાવેશ થાય છે.


બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ…

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ…

એલન મસ્કની સંપત્તિમાં 26.5 અબજ ડૉલરનો વધારો થયો છે

લેરી એલિસનની સંપત્તિમાં 9.88 બિલિયન ડૉલરનો વધારો થયો છે

વોરન બફેટની સંપત્તિમાં 7.58 બિલિયન ડૉલરનો વધારો થયો છે

લેરી પેજની સંપત્તિમાં 5.53 બિલિયન ડૉલરનો વધારો થયો છે

સર્ગેઈ બ્રિનની સંપત્તિમાં 5.17 બિલિયન ડૉલરનો વધારો થયો છે

જેનસન હુઆંગની સંપત્તિમાં 4.86 બિલિયન ડૉલરનો વધારો થયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top