શંભુ અને ખનૌરી બોર્ડર 13 મહિના બાદ ખાલી, ડલ્લેવાલ સહિત 200 જેટલા ખેડૂતોની અટકાયત, પોલીસે બુલડોઝ

શંભુ અને ખનૌરી બોર્ડર 13 મહિના બાદ ખાલી, ડલ્લેવાલ સહિત 200 જેટલા ખેડૂતોની અટકાયત, પોલીસે બુલડોઝરથી તંબુ તોડ્યા, જુઓ વીડિયો

03/20/2025 National

SidhiKhabar

SidhiKhabar

શંભુ અને ખનૌરી બોર્ડર 13 મહિના બાદ ખાલી, ડલ્લેવાલ સહિત 200 જેટલા ખેડૂતોની અટકાયત, પોલીસે બુલડોઝ

Shambhu Border: બુધવારે રાત્રે મોટી કાર્યવાહી કરતા પંજાબ પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા હતા. પોલીસે બુલડોઝર વડે ખેડૂતોના શેડ અને પ્લેટફોર્મ ખાલી કરાવ્યા છે. ખેડૂત નેતાઓ જગજીત સિંહ ડલ્લેવાલ અને સર્વન સિંહ પંઢેર સહિત 200 થી વધુ આંદોલનકારી ખેડૂતોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસની આ કાર્યવાહી બુધવારે મોડી સાંજે શરૂ થઈ હતી અને હવે પોલીસે લગભગ આખો રસ્તો સાફ કરી દીધો છે. તો, હરિયાણા તરફથી પણ બોર્ડર ખોલવાનું કામ શરૂ થઈ ગયું છે. અહીં પણ ક્રેનની મદદથી પથ્થરો હટાવીને હંગામી પોસ્ટ તોડી પાડવામાં આવી રહી છે.


કેટલાક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે

કેટલાક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે

ખેડૂતોના ગુસ્સાને જોતા પંજાબના કેટલાક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને તેની સાથે શંભુ બોર્ડર અને ખનૌરી બોર્ડર પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંને સ્થળોએ એમ્બ્યુલન્સ, બસો અને ફાયર બ્રિગેડની ગાડીઓ તૈનાત કરવામાં આવી છે.

પટિયાલા રેન્જના DIG મનદીપ સિંહ સંધુ આ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા છે. બંને સરહદો પર લગભગ 3 હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ બંને જગ્યાએ 13 ફેબ્રુઆરી 2024થી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ખેડૂતોએ અહીં રહેવા માટે કાયમી તંબુ અને આશ્રયસ્થાનો બનાવ્યા હતા, જેને પોલીસે હટાવી દીધા છે.


ખેડૂતોને બસોમાં લઈ જવામાં આવ્યા

ખેડૂતોને બસોમાં લઈ જવામાં આવ્યા

બુધવારે મોડી સાંજે શરૂ થયેલી પોલીસ કાર્યવાહી બાદ સૌથી પહેલા ખેડૂતોને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા. ખેડૂતોને બસમાં બેસાડીને લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસે ત્યાં બનાવેલા તમામ ટેન્ટ અને શેડ હટાવી દીધા. ખેડૂતોના મંચને JCBથી દૂર કરવામાં આવ્યું છે. માન સરકારની પોલીસને સ્પષ્ટ સૂચના છે કે શંભુ બોર્ડર ક્લીયર કરવામાં આવે અને હાઈવે કોઈપણ સંજોગોમાં ખુલવો જોઈએ. આ જ કારણ છે કે પોલીસ આખી રાત મહેનત કરતી રહી. તો, ખેડૂત નેતાઓ પંજાબ પોલીસની આ કાર્યવાહીથી નારાજ છે અને આ કાર્યવાહીનો જવાબ આપવાની જાહેરાત કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top