ICCના દ્વિ-સ્તરીય ટેસ્ટ માળખા પર હોબાળો! પૂર્વ ક્રિકેટરોએ ભારતને કરી આ વિનંતી
ICC દ્વિ-સ્તરીય ટેસ્ટ માળખા પર વિચાર કરી રહી છે. આ માટે ICC સતત BCCI, ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે સંપર્કમાં છે. માનવામાં આવે છે કે આ મહિનાના અંત સુધીમાં નિર્ણય લેવામાં આવશે. પરંતુ આ દરમિયાન શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે ICCના નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરી છે. ગ્રીમ સ્મિથ માને છે કે માત્ર ટોચની 3 ટીમો જ એક-બીજા સામે ટેસ્ટ કેવી રીતે રમશે? સાથે જ અર્જૂન રણતુંગાનું કહેવું છે કે વૈશ્વિક સ્તરે ક્રિકેટમાં સુધારો કરવાની જરૂર છે.
તાજેતરમાં, ઓસ્ટ્રેલિયન અખબાર સિડની મોર્નિંગમાં દાવો કરવામાં આવ્યો હતો કે ICC BCCI, ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે દ્વિ-સ્તરીય ટેસ્ટ માળખા પર કામ કરી રહી છે. જેના પર અંતિમ નિર્ણય જાન્યુઆરીના અંત સુધીમાં લેવામાં આવશે. પરંતુ અર્જૂન રણતુંગા અને ગ્રીમ સ્મિથ જેવા દિગ્ગજ ખેલાડીઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. સ્કાય સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં ગ્રીમ સ્મિથે કહ્યું કે તમે હંમેશાં ટોપ-3 ટેસ્ટ ટીમ ક્યાં શોધતા ફરશો? તમે ભારતની પસંદગીને યોગ્ય ઠેરવી શકો છો કારણ કે તેનાથી તમને આર્થિક રીતે ફાયદો થશે
શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગાએ કહ્યું કે હું અર્થશાસ્ત્ર સમજું છું, તેનાથી ત્રણેય બોર્ડને ફાયદો થશે, પરંતુ રમત પાઉન્ડ, ડૉલર અને રૂપિયાની નથી. આ રમત સાથે જોડાયેલા લોકોએ નિશ્ચિતપણે સારા માટે કામ કરવું પડશે. ભારત હંમેશાં વિશ્વ ક્રિકેટને આકાર આપતું રહ્યું છે. જગમોહન ડાલમિયાં, રાજ સિંહ ડુંગરપુર, શરદ પવાર અને શશાંક મનોહર જેવા પ્રશાસકોએ ક્રિકેટના સુધારા પર કામ કર્યું. આજે ભારત પાસેથી આ પ્રકારની વિચારસરણીની જરૂર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp