ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદની 90 ટકા શક્યતા, કઈ રીતે નક્કી થશે પરિણામ?

ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદની 90 ટકા શક્યતા, કઈ રીતે નક્કી થશે પરિણામ?

09/02/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદની 90 ટકા શક્યતા, કઈ રીતે નક્કી થશે પરિણામ?

એશિયા કપ 2023માં આજે (શનિવારે) ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટી મેચ રમાશે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો કેન્ડીના પલ્લેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં થશે. દુનિયાભરના ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ આ મેચમાં વરસાદ વિલન બની શકે છે. રિપોર્ટ અનુસાર, ભારત-પાકિસ્તાન મેચના દિવસે કેન્ડીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે અને વરસાદના કારણે મેચ રદ્દ થવાની પણ શક્યતા છે.


કેન્ડીમાં હવામાન કેવું છે?

કેન્ડીમાં હવામાન કેવું છે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેન્ડીમાં ભારત અને પાકિસ્તાનની બહુપ્રતિક્ષિત મેચ દરમિયાન વરસાદની સંભાવના હાલમાં લગભગ 70 ટકા છે. Weather.comના અહેવાલ મુજબ, બપોરે 2.30 વાગ્યે (મેચ શરૂ થવાના અડધો કલાક પહેલા) લગભગ 55 ટકા વરસાદની સંભાવના છે અને મેચ દરમિયાન ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડવાની પણ શક્યતાઓ છે.  સાથે જ AccuWeather વેબસાઈટ અનુસાર શનિવારે કેન્ડીમાં દિવસ દરમિયાન 91 ટકા અને રાત્રે 87 ટકા વરસાદની સંભાવના છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ સ્થાનિક સમય અનુસાર બપોરે 2 થી 11 વાગ્યા સુધી રમાવાની છે. સાંજે 5 થી 11 વાગ્યા સુધી વરસાદની પ્રબળ શક્યતા છે. એવામાં જો વરસાદ ચાલુ રહેશે તો મેચ રદ્દ થવાની સંભાવના છે.


જો ભારત અને પાકિસ્તાન મેચ રદ્દ થશે તો શું થશે?

જો ભારત અને પાકિસ્તાન મેચ રદ્દ થશે તો શું થશે?

જો વરસાદ મેચમાં વિક્ષેપ પાડે છે, તો પરિણામ માટે બંને ટીમોએ ઓછામાં ઓછી 20 ઓવર રમવી જરૂરી છે. જો બીજા દાવની 20 ઓવર પછી વરસાદ પડે તો ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ કરવામાં આવશે અને મેચનું પરિણામ જાહેર કરવામાં આવશે. જો મેચ વરસાદના કારણે ધોવાઇ જાય છે, તો બંને ટીમો વચ્ચે એક-એક પોઇન્ટ વહેંચવામાં આવશે.


મેચ રદ્દ થવા પર કેટલી શક્યતાઓ છે જાણો..

મેચ રદ્દ થવા પર કેટલી શક્યતાઓ છે જાણો..

ધારો કે પ્રથમ દાવમાં કુલ 21 ઓવર પૂરી થઈ, તો વરસાદ આવ્યો. જેના કારણે મેચ લગભગ એક-બે કલાક રોકાઈ હતી. આ પછી, અમ્પાયર અને રેફરી મળીને નક્કી કરશે કે કેટલો સમય બાકી છે. અને કેટલી ઓવર રમી શકાય. આના આધારે જ ઓવરની મર્યાદા બદલાશે. જો નક્કી કરવામાં આવે કે મેચ 35-35 ઓવરની હશે. તો પ્રથમ દાવમાં બેટિંગ કરનારી ટીમ 21મી ઓવરથી પોતાનો દાવ ચાલુ રાખશે. ત્યારપછી ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ કરીને 35 ઓવરમાં બનેલા રનની સંખ્યા સુધારવામાં આવશે અને નવો લક્ષ્ય નક્કી કરવામાં આવશે. એટલે કે વિપક્ષે 35 ઓવરમાં એટલા જ રન બનાવવા પડશે.

પરિસ્થિતિ એવી પણ બની શકે છે કે પ્રથમ દાવમાં કોઈ ટીમ 20 ઓવર બેટિંગ કરે. ત્યારબાદ વરસાદે વિક્ષેપ પાડ્યો હતો. લગભગ ત્રણ કલાક સુધી મેચ થઈ ન હતી. પરિસ્થિતિ સુધર્યા બાદ અમ્પાયર અને રેફરી વચ્ચે બેઠક થઈ હતી. મેચ 20-20 ઓવરની હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, પ્રથમ ટીમને બેટિંગ કરવા આવવાની જરૂર રહેશે નહીં. ડકવર્થ લુઈસ નિયમ લાગુ કરીને જ એ નક્કી થશે કે પીછો કરતી ટીમે 20 ઓવરમાં કયો લક્ષ્ય હાંસલ કરવાનો છે.

પરંતુ જો આખી મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો બંને ટીમોએ એક-એક પોઈન્ટ પર સમાધાન કરવું પડશે. પાકિસ્તાને તેની પ્રથમ મેચમાં નેપાળને મોટા અંતરથી હરાવ્યું છે. આ મેચમાંથી એક પોઈન્ટ સાથે તે સુપર ફોરમાં પહોંચી જશે. જ્યારે ભારતે આગળ વધવા માટે 4 સપ્ટેમ્બરે નેપાળ સામેની મેચ જીતવી પડશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top