આ છે દેશના સૌથી દાનવીર મહિલા, દાન કર્યા 170 કરોડ રૂપિયા, કરે છે આ કામ

આ છે દેશના સૌથી દાનવીર મહિલા, દાન કર્યા 170 કરોડ રૂપિયા, કરે છે આ કામ

11/03/2023 Business

SidhiKhabar

SidhiKhabar

આ છે દેશના સૌથી દાનવીર મહિલા, દાન કર્યા 170 કરોડ રૂપિયા, કરે છે આ કામ

દુનિયામાં બિલ ગેટ્સથી લઇને વોરેન બફેટ સુધી તમામ એવા અબજપતિ છે, જેઓ દાન આપવામાં આગળ રહે છે. ભારતમાં પણ દાનવીરોની કમી નથી. અહીં પણ દિગ્ગજ અમીર દાન આપવામાં પાછળ નથી. HCLના શિવ નાદર, વિપ્રોના ફાઉન્ડર અજીમ પ્રેમજીથી લઇને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રૃપના ચેરમેન ગૌતમ અદાણી જેવા નામ તેમાં સામેલ છે. જે પોતાની કમાણીમાંથી શિક્ષણ-સ્વાસ્થ્ય સહિત ઘણા સેક્ટર્સ માટે દિલ ખોલીને દાન કરે છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતના સૌથી મોટા દાનવીર મહિલા કોણ છે?


રોહિણી નિલેકણી સૌથી મોટા દાનવીર મહિલા:

રોહિણી નિલેકણી સૌથી મોટા દાનવીર મહિલા:

ગુરુવારે જાહેર કરવામાં આવેલી એડલગિવ હુરૂન ઇન્ડિયા પરોપકારી લિસ્ટ મુજબ, નાણાકીય વર્ષ 2022-23માં સૌથી વધુ દાન આપનારા ભારતીય મહિલા રોહિણી નિલેકણી છે, જે ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નિલેકણીના પત્ની છે. પતિની જેમ રોહિણી પણ સામાજિક કાર્યો માટે દાન કરવામાં આગળ રહે છે અને આ વખત તેમણે અન્ય મહિલાઓને પાછળ છોડતા સૌથી મોટા દાનવીર મહિલાનો દરજ્જો પોતના નામે કર્યો છે. EdelGive Hurun India Philanthropy List 2023માં જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ રોહિણી નિલેકણીએ મોટી રકમ દાન કરી છે.


170 કરોડ રૂપિયા કર્યા દાન:

હુરૂનની ભારતીય દાનવીરોની હાલની લિસ્ટમાં સામેલ મહિલાઓની વાત કરીએ તો તેમાં ટોપ પર રોહિણી નિલેકણી છે. તેમણે 170 કરોડ રૂપિયાની મોટી રકમ દાનમાં આપી દીધી. આ મોટી રકમને દાન કરીને જ્યાં એક તરફ રોહિણી મહિલા દાનવીરોમાં પહેલા નંબર પર રહી છે, તો દેશના 10 સૌથી અમીર દાનવીરોની લિસ્ટમાં પણ તેમણે જગ્યા બનાવી છે. રોહિણી સિવાય દિલ ખોલીને દાન આપનારા મહિલાઓમાં થમૈંક્સની અનુ આગા એન્ડ ફેમિલી (23 કરોડ રૂપિયા), USVના લીના ગાંધી તિવારી (23 કરોડ રૂપિયા) સાથે સામેલ છે.


પતિ નંદન નિલેકણી પણ દાન આપવામાં આગળ:

પતિ નંદન નિલેકણી પણ દાન આપવામાં આગળ:

નંદન નિલેકણીની પત્ની 63 વર્ષીય રોહિણી નિલેકણી વ્યવસાયે એક પત્રકાર રહ્યા છે અને NGO પણ ચલાવે છે. તેઓ શિક્ષણ-સ્વાસ્થ્ય સહિત જળ અને સ્વચ્છતા સાથે જોડાયેલા કામોમાં પણ આગળ વધીને ભાગીદારી દેખાડે છે. મુંબઇમાં જન્મેલા રોહિણી દ્વારા આપવામાં આવતા દાનનો એક મોટો હિસ્સો શિક્ષણ સાથે જોડાયેલા કાર્યોમાં લાગે છે. રોહિણીની જેમ તેમના પતિ નંદન નિલેકણી પણ દાનવીરોની લિસ્ટમાં ટોપ-10માં રહે છે. તેમણે ગયા નાણાકીય વર્ષમાં 189 કરોડ રૂપિયા દાન કર્યા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top