NSEએ બનાવ્યો નવો રેકોર્ડ, 5 મહિનામાં આટલા નવા રોકાણકારો જોડાયા, કુલ આંકડો 10 કરોડને પાર

NSEએ બનાવ્યો નવો રેકોર્ડ, 5 મહિનામાં આટલા નવા રોકાણકારો જોડાયા, કુલ આંકડો 10 કરોડને પાર

08/09/2024 Business

SidhiKhabar

SidhiKhabar

NSEએ બનાવ્યો નવો રેકોર્ડ, 5 મહિનામાં આટલા નવા રોકાણકારો જોડાયા, કુલ આંકડો 10 કરોડને પાર

દેશના મુખ્ય શેરબજારોમાંથી એક નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ ગુરુવારે એક દિવસ અગાઉ નવો રેકોર્ડ હાંસલ કરી લીધો હતો. NSE પર રજિસ્ટર્ડ યુનિક ઇનવેસ્ટર્સની સંખ્યા પ્રથમ વખત 10 કરોડને વટાવી ગઇ છે. NSEએ એક રીલિઝમાં આ ઉપલબ્ધિ વિશે માહિતી આપી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જે ગુરુવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે 8 ઑગસ્ટે રજિસ્ટર્ડ યુનિક ઇનવેસ્ટર્સની સંખ્યા 10 કરોડને પાર કરી ગઇ હતી. NSE સાથે રજિસ્ટર્ડ કુલ ક્લાયન્ટ કોડની સંખ્યા હવે 19 કરોડ પર પહોંચી ગઇ છે. તેનો મતલબ કે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રજિસ્ટર્ડ કુલ ખાતાઓ હવે 19 કરોડ સુધી પહોંચી ગયા છે, જ્યારે રજિસ્ટર્ડ યુનિક ઇનવેસ્ટર્સની સંખ્યા 10 કરોડને પાર નીકળી ગઇ છે.


ઘણા રોકાણકારો પાસે એકથી વધારે ખાતા

ઘણા રોકાણકારો પાસે એકથી વધારે ખાતા

કુલ ખાતાઓની સંખ્યા રજિસ્ટર્ડ યુનિક ઇનવેસ્ટર્સની સંખ્યા કરતાં વધારે હોય છે, કારણ કે ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણા રોકાણકારો એક કરતાં વધુ ખાતાઓ ઓપરેટ કરે છે. કુલ ખાતાના આંકડામાં આજ સુધી રજિસ્ટર્ડ તમામ ખાતાઓનો સમાવેશ થાય છે. સ્થાનિક શેરબજાર છેલ્લા કેટલાક સમયથી વિક્રમી ગ્રોથના રથ પર સવાર છે. ખાસ કરીને કોવિડ પછીના વર્ષોમાં, શેરબજારમાં નાણાંનું રોકાણ કરનારા રોકાણકારોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. NSEના આંકડા તેની પુષ્ટિ કરે છે. NSE અનુસાર, છેલ્લા 5 મહિનામાં તેણે 1 કરોડ યુનિક ઇનવેસ્ટર્સની જોવાનો રેકોર્ડ હાંસલ કર્યો છે.


સાડા 3 વર્ષમાં આવ્યા 6 કરોડ યુનિક ઇનવેસ્ટર

સાડા 3 વર્ષમાં આવ્યા 6 કરોડ યુનિક ઇનવેસ્ટર

NSE પર રજિસ્ટર્ડ રોકાણકારોના બેઝનો આંકડો 4 કરોડ સુધી પહોંચવામાં 25 વર્ષ લાગ્યા હતા અને આ સિદ્ધિ માર્ચ 2021માં પ્રાપ્ત થઇ હતી. ત્યારબાદ આ આંકડો હવે 10 કરોડને પાર નીકળી ગયો છે. એટલે કે NSEને પહેલા 4 કરોડ યુનિક ઇનવેસ્ટર્સ સુધી પહોંચવામાં 25 વર્ષ લાગ્યા, પરંતુ તે પછી માત્ર છેલ્લા 3 વર્ષ અને 4 મહિનામાં 6 કરોડ નવા રોકાણકારો જોડાયા છે. હાલમાં, યુનિક ઇનવેસ્ટર્સનીની સંખ્યામાં 6-7 મહિનામાં 1 કરોડનો વધારો થઇ રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top