વિશાલ મેગા માર્ટ IPO ને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો, બીજા દિવસે થયું આટલું સબસ્ક્રિપ્શન, જુઓ GMP
ગુરુવારે ગ્રે માર્કેટમાં વિશાલ મેગા માર્ટના શેર પ્રીમિયમ સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. ગુરુવારે સાંજે, શેર રૂ. 78ની ઇશ્યૂ કિંમત સામે રૂ. 17ના પ્રીમિયમ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.સુપરમાર્કેટ ચેઇન વિશાલ મેગા માર્ટના IPOનો બીજો દિવસ હતો . IPOના બીજા દિવસ ગુરુવાર સુધી તેને 1.53 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. NSEના ડેટા અનુસાર, આ IPOને 75,67,56,757 શેરની ઓફર સામે 1,15,74,96,150 શેરની બિડ મળી હતી. બિન-સંસ્થાકીય રોકાણકારો (NII)નો હિસ્સો 3.80 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જ્યારે રિટેલ ઈન્ડિવિજ્યુઅલ ઈન્વેસ્ટર્સ (RII) ની શ્રેણીએ 1.16 ગણું સબસ્ક્રિપ્શન મેળવ્યું હતું. લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો (QIB)ની શ્રેણીમાં 48 ટકા સબ્સ્ક્રિપ્શન પ્રાપ્ત થયું હતું.
ગુરુવારે ગ્રે માર્કેટમાં વિશાલ મેગા માર્ટના શેર પ્રીમિયમ સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. ગુરુવારે સાંજે, શેર રૂ. 78ની ઇશ્યૂ કિંમત સામે રૂ. 17ના પ્રીમિયમ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ રીતે, કંપનીના શેર 21.79 ટકાના પ્રીમિયમ સાથે 95 રૂપિયામાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે.
એન્કર રોકાણકારો પાસેથી રૂ. 2400 કરોડ એકત્ર કર્યા
વિશાલ મેગા માર્ટે મંગળવારે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 2,400 કરોડ એકત્ર કર્યા હતા. વિશાલ મેગા માર્ટનો રૂ. 8,000 કરોડનો IPO 13 ડિસેમ્બરે બંધ થશે. આ IPO માટે પ્રાઇસ બેન્ડ 74-78 રૂપિયા પ્રતિ શેર છે. IPO એ સંપૂર્ણપણે પ્રમોટર કેદાર કેપિટલની આગેવાની હેઠળની સમાયત સર્વિસીસ LLP દ્વારા શેરની વેચાણ માટેની ઓફર (OFS) છે. આમાં કોઈ નવા ઈક્વિટી શેર રજૂ કરવામાં આવ્યા નથી. હાલમાં, સમાયત સર્વિસીસ LLP ગુરુગ્રામ સ્થિત અગ્રણી સુપરમાર્કેટ કંપનીમાં 96.55 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીના શેર BSE અને NSE પર લિસ્ટ થશે.
નાણાકીય વર્ષ 2022 થી 2024 વચ્ચે 26.98 ટકાના CAGR સાથે વિશાલ મેગા માર્ટની આવકમાં નોંધપાત્ર સુધારો થયો છે. આના કારણે નાણાકીય વર્ષ 2024માં આવક રૂ. 8,911.9 કરોડ સુધી પહોંચી હતી. નાણાકીય વર્ષ 2022માં કંપનીની આવક રૂ. 5,588.5 કરોડ હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp