સોનાના ભાવ નવા રેકોર્ડની નજીક; સોનું અને ચાંદી ખરીદતા પહેલા નવીનતમ ભાવ જાણો

સોનાના ભાવ નવા રેકોર્ડની નજીક; સોનું અને ચાંદી ખરીદતા પહેલા નવીનતમ ભાવ જાણો

06/21/2022 Business

SidhiKhabar

SidhiKhabar

સોનાના ભાવ નવા રેકોર્ડની નજીક; સોનું અને ચાંદી ખરીદતા પહેલા નવીનતમ ભાવ જાણો

બિઝનેસ ડેસ્ક : જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આ સમાચાર ચોક્કસ વાંચો. સોનાની કિંમતમાં આજે થોડો વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતાને કારણે આજે સવારે સોના-ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. સોનાની કિંમત ફરી 51 હજારની નજીક પહોંચી ગઈ છે.


આજે સોનાનો ભાવ શું છે

આજે સોનાનો ભાવ શું છે

મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર, મંગળવારે સવારે 24-કેરેટ શુદ્ધતાના વાયદાના ભાવ રૂ. 55 વધી રૂ. 50,790 પ્રતિ 10 ગ્રામ થયા હતા, જ્યારે ચાંદીના વાયદા રૂ. 205 વધીને રૂ. 60,949 પ્રતિ કિલો થયા હતા. જોકે, સવારે સોનામાં કારોબાર 50,827 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર શરૂ થયો હતો. પરંતુ, માંગમાં નબળાઈને કારણે  તેની કિંમત થોડી નીચે આવી. આજે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલમાં, MCX પર 10 ગ્રામ સોનું 50,760 પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ચાંદી 61,110 પ્રતિ કિલો છે.


વૈશ્વિક બજારમાં સોનું સસ્તું, ચાંદી મોંઘી

વૈશ્વિક બજારમાં સોનું સસ્તું, ચાંદી મોંઘી

હવે વાત કરીએ વૈશ્વિક બજારની. વૈશ્વિક બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે ચાંદી મોંઘી થઈ છે. યુએસ માર્કેટમાં સોનાનો હાજર ભાવ અગાઉના ભાવ કરતાં 0.01 ટકા ઘટીને 1,838.99 ડોલર પ્રતિ ઔંસ થયો હતો, જ્યારે ચાંદીનો હાજર ભાવ અગાઉના ભાવ કરતાં 0.31 ટકા વધીને 21.67 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. એટલે કે આજે વૈશ્વિક બજારમાં સોનું નજીવું સસ્તું છે.


સોનાના ભાવ વધશે

નિષ્ણાતોના મતે આગામી સમયમાં સોનાની કિંમતમાં વધારો થઈ શકે છે. વૈશ્વિક બજારમાં પણ સોનાનો વપરાશ વધવાની ધારણા છે, જેના કારણે તેની કિંમતો વધશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top