Diwali Calendar 2023 : જાણો ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતુ વર્ષ ,ભાઈબીજની તિથિ અને લાભ પાંચમન

Diwali Calendar 2023 : જાણો ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતુ વર્ષ ,ભાઈબીજની તિથિ અને લાભ પાંચમના શુભ મુહૂર્તની વિગત

11/09/2023 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

Diwali Calendar 2023 : જાણો ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતુ વર્ષ ,ભાઈબીજની તિથિ અને લાભ પાંચમન

દિવાળીના તહેવારને 5 દિવસનો ગણવામાં આવે છે પણ આપણા સનાતન ધર્મમાં અગિયારસના દિવસથી ભાઇ-બીજના દિવસ સુધી ઘરે ઘરે દિવા મૂકવાના અને રંગોળી બનાવવાની શરુ થઇ જાય છે.

દિવાળીના તહેવારમાં મુખ્યત્વે 5 તહેવારો ઉજવવામાં આવે છે, જેની શરૂઆત ધનતેરસથી થાય છે, પછી નાની દિવાળી (નર્ક ચતુર્દશી અથવા કાળી ચૌદશ), દીવાળી, ગોવર્ધન પૂજા એટલે કે બેસતુ વર્ષ અને છેલ્લે ભાઈબીજનો તહેવાર. દિવાળીના તહેવારોના તમામ તહેવારોની તારીખો અને શુભ સમય વિશે અહીં વિગતવાર જાણો.


ધનતેરસ 2023

ધનતેરસ 2023

હિંદુ કેલેન્ડર મુજબ, આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરે છે. આ દિવસે પૂજાનો શુભ સમય સાંજે 05:26થી 07:22 સુધીનો રહેશે. આ સાથે ધનતેરસ(Dhanteras) પર ખરીદીનો સમય બપોરે 12:35થી બીજા દિવસે 01:57 સુધીનો રહેશે.


કાળી ચૌદશ(નાની દિવાળી 2023)

કાળી ચૌદશ(નાની દિવાળી 2023)

નાની દિવાળી કે કાળી ચૌદશ(Kali Chaudash)નો તહેવાર 11 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મી, મહાબલી હનુમાન અને માતા કાલીની પૂજા મુખ્યત્વે કરવામાં આવે છે. પૂજા અને ધ્યાન માટેનો શુભ સમય રાત્રે 11:15થી 12:07 સુધીનો રહેશે.


દિવાળી 2023

દિવાળી 2023

આ વર્ષે, કેલેન્ડર મુજબ, દિવાળી(Diwali)નો તહેવાર 12 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે લક્ષ્મી પૂજન અને શારદા પૂજનના શુભ મુહૂર્ત (Diwali 2023 Shubh Muhurat Time) :

શુભ મુહૂર્ત : બપોરે 2.20થી 3.50 વાગે સુધી

સાંજે : 18.00 થી 19.30 વાગે સુધી

રાત્રે : 19.31થી 21.00 વાગે સુધી

રાત્રે : 21.01થી 22.30 વાગે સુધી

રાત્રે : 2.00થી 3.30 વાગે સુધી


ગોવર્ધન પૂજા 2023 (બેસતુ વર્ષ)

ગોવર્ધન પૂજા 2023 (બેસતુ વર્ષ)

13મી નવેમ્બરે સોમવતી અમાવસ્યાના કારણે, આ વર્ષે ગોવર્ધન પૂજા(બેસતુ વર્ષ)અથવા અન્નકૂટનો તહેવાર 14મી નવેમ્બરે ઉજવવામાં આવશે.

બેસતુ વર્ષના શુભ મુહૂર્ત (New Year 2023 Shubh Muhurat Time)

સવારે : 11.00થી 12.30 વાગે સુધી

બપોરે : 12.31 થી 14.00 વાગે સુધી

અભિજિન મુહૂર્ત : સવારે 11.44થી 12.26 વાગે સુધી


ભાઈ બીજ 2023

ભાઈ બીજ 2023

હિંદુ કેલેન્ડર મુજબ, ભાઈ બીજ(Bhai Beej)નો તહેવાર 15 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે ભાઈને તિલક લગાવવાનો શુભ સમય બપોરે 12:46થી 02:56 સુધીનો રહેશે. શુભ સમયે તમારા ભાઈને તિલક કરો અને રક્ષા સૂત્ર બાંધો.


લાભ પાંચમ, જ્ઞાન પંચમી, પાંડવ પંચમી : 18 નવેમ્બર, 2023, શનિવાર

લાભ પાંચમ, જ્ઞાન પંચમી, પાંડવ પંચમી : 18 નવેમ્બર, 2023, શનિવાર

કારતસ સુદ પાંચના દિવસે લાભ પાંચમ ઉજવાય છે. આ દિવસે વેપારીઓ, દુકાનદારો નવા વર્ષે વેપાર-ધંધાના શુભ મુહૂર્ત કરે હોય છે. આ દિવસને જ્ઞાન પંચમી પણ કહેવાય છે.

લાભ પાંચમના શુભ મુહૂર્ત

સવારે : 8.00થી 9.30 વાગે સુધી

બપોરે : 12.30 થી 17.00 વાગે સુધી


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top