ભૂસ્ખલને મચાવી તબાહી, યાત્રીઓથી ભરેલી 2 બસ નદીમાં પડી, 63 મુસાફર ગુમ

ભૂસ્ખલને મચાવી તબાહી, યાત્રીઓથી ભરેલી 2 બસ નદીમાં પડી, 63 મુસાફર ગુમ

07/12/2024 World

SidhiKhabar

SidhiKhabar

ભૂસ્ખલને મચાવી તબાહી, યાત્રીઓથી ભરેલી 2 બસ નદીમાં પડી, 63 મુસાફર ગુમ

Nepal Landslide: નેપાળમાં કુદરતે કહેર વર્તાવ્યો છે. નેપાળમાં ભૂસ્ખલને એવી તબાહી મચાવી છે કે બુમરાણ મચી ગઈ. નેપાળમાં ભૂસ્ખલનના કારણે યાત્રીઓથી ભરેલી 2 બસો ત્રિશૂલી નદીમાં વહી ગઈ. આ 2 બસોમાં 63 લોકો ગુમ બતાવવામાં આવી રહ્યા છે. હાલમાં રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળ પર છે અને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતનો શિકાર થયેલી એક બસ વીરગંજથી કાઠમાંડુ તો બીજી બસ ગૌર થી કાઠમાંડુ જઇ રહી હતી. આશ્રિત હાઇવે પર ભૂસ્ખલનના કારણે આ અકસ્માત થયો છે.


મૃતકોમાં ભારતીય પણ સામેલ:

મૃતકોમાં ભારતીય પણ સામેલ:

આ ઘટના નારાયણ ઘાટ અને મુગ્લિંગ વચ્ચે સવારે 3:30 વાગ્યે થઈ. આ કસ્માતમાં ઘણા લોકોના મોત થવાની સંભાવના છે, મૃતકોમાં ઘણા ભારતીય પણ સામેલ છે. ચિતવનના મુખ્ય જિલ્લાધિકારી ઇન્દ્રદેવ યાદવ મુજબ, પ્રાથમિક જાણકારી અનુસાર બંને બસમાં ચાલક સહિત કુલ 63 લોકો સવાર હતા. ભૂસ્ખલનના કારણે બસો સવારે લગભગ 3:30 વાગ્યે ત્રિશુલી નદીમાં વહી ગઈ. અમે ઘટનાસ્થળ પર છીએ અને સર્ચ અભિયાન ચલાવી રહ્યા છીએ. સતત વરસાદના કારણે બસોની શોધખોળમાં અમને મુશ્કેલી આવી રહી છે.


નેપાળના વડાપ્રધાન અકસ્માત પર આપી પ્રતિક્રિયા:

નેપાળના વડાપ્રધાન અકસ્માત પર આપી પ્રતિક્રિયા:

નેપાળના વડાપ્રધાન પુષ્પ દહલ પ્રચંડે આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર પોસ્ટ કરી કે, ‘નારાયણ ઘાટ મગ્લિંગ રોડ ખંડના સીમાવર્તી ક્ષેત્રમાં ભૂસ્ખલનથી બસ વહી જવાથી દેશના વિભિન્ન હિસ્સામાં પૂર અને ભૂસ્ખલનના કારણે લગભગ 5 ડઝન યાત્રીઓના મોત અને સંપત્તિના નુકસાનથી મને ભારે દુઃખ થયું છે. હું ગૃહ પ્રશાસન સહિત સરકારની બધી એજન્સીઓને યાત્રીઓની શોધ કરવા અને તેમને પ્રભાવી ઢંગે બચાવવાના નિર્દેશ આપું છું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top