હેલિકોપ્ટર ક્રેશ, 5ના મોત, ઉડાણની 3 મિનિટ બાદ જ તૂટી ગયો હતો સંપર્ક

હેલિકોપ્ટર ક્રેશ, 5ના મોત, ઉડાણની 3 મિનિટ બાદ જ તૂટી ગયો હતો સંપર્ક

08/08/2024 World

SidhiKhabar

SidhiKhabar

હેલિકોપ્ટર ક્રેશ, 5ના મોત, ઉડાણની 3 મિનિટ બાદ જ તૂટી ગયો હતો સંપર્ક

નેપાળના કાઠમંડુમાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું. આ અકસ્માતમાં પાયલોટ સહિત 5 લોકોના મોત થઇ ગયા હતા. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર 9N AJD કાઠમાંડુથી રસુવા જઇ રહ્યું હતું, ત્યારે ઉત્તર-પશ્ચિમના પર્વતીય વિસ્તારમાં તેની દુર્ઘટના થઇ હતી. પોલીસે નુવાકોટની શિવપુરી ગ્રામીણ વિસ્તારમાંથી 5 શબ મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં 7 લોકો સવાર હતા. હજુ બેની લોકોની શોધખોળ ચાલી રહી છે. સ્થાનિક મીડિયાએ ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ (TIA)ના સંદર્ભે જણાવ્યું હતું કે હેલિકોપ્ટરે બપોરે 1:54 વાગ્યે કાઠમંડુ એરપોર્ટ પરથી ઉડાણ ભરી હતી, પરંતુ ટેકઓફની માત્ર 3 મિનિટ બાદ જ સંપર્ક તૂટી ગયો હતો.


હેલિકોપ્ટરે બપોરે 1:54 વાગ્યે કાઠમંડુ એરપોર્ટ પરથી ઉડાણ ભરી હતી

હેલિકોપ્ટરે બપોરે 1:54 વાગ્યે કાઠમંડુ એરપોર્ટ પરથી ઉડાણ ભરી હતી

સ્થાનિક મીડિયાએ ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ (TIA)ના સંદર્ભે જણાવ્યું હતું કે હેલિકોપ્ટરે બપોરે 1:54 વાગ્યે કાઠમંડુ એરપોર્ટ પરથી ઉડાણ ભરી હતી, પરંતુ ટેકઓફની માત્ર 3 મિનિટ બાદ જ સંપર્ક તૂટી ગયો હતો.એક પોલીસ અધિકારીના સંદર્ભે અખબારે કહ્યું કે દૂર્ઘટનાસ્થળ પરથી 2 પુરૂષો, 1 મહિલા અને પાયલટના મૃતદેહ મળી આવ્યા છે. એક મૃતદેહ પૂરી રીતે સળગી જવાના કારણે તેની અત્યાર સુધી ઓળખી શકાયો નથી. મૃતકોમાં 4 ચીની અને એક નેપાળી નાગરિક છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પાયલોટની ઓળખ અરુણ મલ્લા તરીકે થઇ છે અને એક મૃતદેહ ખરાબ રીતે સળગી ગયો હોવાના કારણે તેની ઓળખ થઇ શકી નથી.


અગાઉ 18 લોકોના થયા હતા મોત

આ અગાઉ 24 જુલાઇના રોજ નેપાળમાં મોટી દુર્ઘટના થઇ હતી. ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સૌર્ય એરલાઇન્સનું એક વિમાન ક્રેશ થઇ ગયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 18 લોકોના મોત થયા હતા અને વિમાનનો કેપ્ટન જ બચ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top