પૃથ્વી પર આવવાનો છે ભયંકર વિનાશ! હજારો વર્ષોથી ઉભો પિરામિડ અચાનક થયો ધરાશાયી, લોકોમાં ફેલાયો ભય

પૃથ્વી પર આવવાનો છે ભયંકર વિનાશ! હજારો વર્ષોથી ઉભો પિરામિડ અચાનક થયો ધરાશાયી, લોકોમાં ફેલાયો ભય

08/12/2024 World

SidhiKhabar

SidhiKhabar

પૃથ્વી પર આવવાનો છે ભયંકર વિનાશ! હજારો વર્ષોથી ઉભો પિરામિડ અચાનક થયો ધરાશાયી, લોકોમાં ફેલાયો ભય

પૃથ્વી પર મહાવિનાસની ચેતવણીના સંકેતો આપવામાં આવ્યા છે. મેક્સિકોમાં એક પ્રાચીન જનજાતિના માનવ બલિ માટે ઉપયોગમાં લેવાતા 2 પિરામિડ ધરાશાયી બાદ આ વાત કહેવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ પિરામિડ 'આગામી વિનાશના અલૌકિક સંકેત' તરીકે તૂટી પડ્યા છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર, આ પિરામિડ બનાવનાર સ્થાનિક જનજાતિના વંશજોને ભય છે કે વિનાશક તોફાની વરસાદને કારણે જોડિયા પિરામિડમાંથી એક તૂટવાને કારણે મોટી કુદરતી આફત આવવાની છે.


ભારે વરસાદ બાદ પિરામિડની એક સંરચના થોડી તૂટી ગઇ

ભારે વરસાદ બાદ પિરામિડની એક સંરચના થોડી તૂટી ગઇ

તસવીરો દર્શાવે છે કે 30 જુલાઈના રોજ ભારે વરસાદ બાદ પિરામિડની એક સંરચના થોડી તૂટી ગઇ હતી. તેની એક બાજુનો હિસ્સો વરસાદમાં ધોવાઈ ગયો હતો. આ પિરામિડ આધુનિક પ્યૂરપેચા લોકોના પૂર્વજો દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે એક લોહિયાળ આદિજાતિ હતી, જેણે એઝ્ટેકને હરાવી હતી. ઈતિહાસકારો કહે છે કે પ્રાચીન પ્યૂરપેચા જનજાતિએ પોતાના સૌથી મહત્ત્વપૂર્ણ દેવતા કુરિકવેરીને માનવ બલિ આપવા માટે યાકાટા પિરામિડનો ઉપયોગ કર્યો હતો. યાકાટા પિરામિડ મિચોઆકન રાજ્યમાં ઇહુઆત્ઝિયોના પુરાતત્વિય સ્થળમાં જોવા મળે છે.

પ્યૂરપેચા જનજાતિના એક વ્યક્તિએ કહ્યું કે તેમની પ્રાચીન પરંપરાઓ અનુસાર તોફાનથી પિરામિડને થયેલું નુકસાન આવનાર લા વિનાશના સંકેત હોઈ શકે છે. તે અમારા પૂર્વજો માટે ખરાબ શુકન હતું, જે વિનાશની મોટી ઘટનાની નિકટતા દર્શાવે છે. નોંધનીય છે કે પ્યૂરપેચા જનજાતિએ એઝ્ટેકને હરાવી અને 1519માં સ્પેનિશ હુમલા પહેલા 400 વર્ષ સુધી મેક્સિકો પર શાસન કર્યું હતું.


રિપેર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

રિપેર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

મેક્સિકોમાં ઇહુઆત્ઝિયો પુરાતત્વીય વિસ્તાર પર ઇ.સ. 900 પહેલા એઝટેક અને પછી સ્પેનિશ આક્રમણકારોના આગમન સુધી પ્યૂરપેચા જનજાતિ દ્વારા કબજો હતો. તો મેક્સિકન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્થ્રોપોલોજી એન્ડ હિસ્ટ્રી (INAH)એ બુધવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે, ઇહુઆત્ઝિયો પુરાતત્વ વિસ્તારના પિરામિડ પાયામાંથી એકના દક્ષિણી હિસ્સાનો એક ભાગ તૂટી પડ્યો હતો. એ પ્યૂરપેચા તળાવના બેસિનમાં ભારે વરસાદને કારણે થયું. 30 જુલાઇની સવારથી જ કર્મચારી, થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા વારસાઇ સ્થળ પર ગયા હતા. તેને રિપેર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top