કોસંબા નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકતા 40ને નાની-મોટી ઇજા, 2 ગંભીર
Road Accident in Kosamba: અત્યારે તો રોજ અકસ્માતોની ઘટના બની રહી છે. ગઇ કાલે જચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાતે ટ્રક અને પીકઅપ વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 4 મહિલાઓના ઘટનાસ્થળ પર મોત થઇ ગયા હતા, જ્યારે 15 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે હવે વધુ એક અકસ્માતના સમાચાર સુરત જિલ્લાથી મળી રહ્યા છે.
આજે વહેલી સવારે રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી લક્ઝરી બસ કોસંબા નજીક અકસ્માતનો ભોગ બની હતી. લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકતા મુસાફરોનો જીવ અધ્ધર થઇ ગયા હતા હતો. અકસ્માતના કારણે રસ્તા પર મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકી હતી. અકસ્માતની જાણકારી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી અને બસના પતરાં કાપીને 40 જેટલા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
બસ ખાડીમાં ખાબક્યા બાદ કેટલાક લોકો બસની કેબિનમાં ફસાઈ ગયા હતા, જ્યારે કેટલાક લોકો બસના સોફામાં ફસાઈ ગયા હતા. જેના કારણે તમામ 40 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઇ છે. જ્યારે ૨ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ડ્રાઇવરને ઝોંકુ જતા સ્ટિયરિંગ પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું અને બસ ખાડીમાં ખાબકી હતી.
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજે બુધવારે વહેલી સવારે 5:૦૦ વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ વિભાગે કૉલ મળ્યો હતો કે મુસાફરો ભરેલી એક ખાનગી લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકી ગઇ છે. જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મુસાફરોનું રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp